સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’થી તેનો નવો લૂક જાહેર થયો છે. આ નવાં પોસ્ટરમાં વર્ષ ૨૦૧૦ લખેલું છે અને સલમાન ખાન ઘરડો નજર આવે છે. આ નવા પોસ્ટરને શેર કરતાં સલમાને લખ્યુ છે કે, જેટલાં સફેદ મારા વાળ માથા અને દાઢીમાં છે. તેનાંથી ક્યાંક વધારે રંગીન મારા જીવનમાં છે. આ તસવીરનાં સોશિયલ મીડિયાનાં અલગ અલગ રિએક્શન આવી રહ્યાં છે. સલમાન અને કેટરિના કૈફ સ્ટારર આ ફિલ્મના ટ્રેલરને ૨૪મી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.