World Post day/ બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત

આજે વર્લ્ડ પોસ્ટ ડે પર આવા જ થોડા ગીતોનું સ્મરણ થઇ આવે છે. ઘણી વખત ગીતોમાં લખાયેલા શબ્દો જ ખાસ દિવસની યાદોને તાજી કરે છે

Entertainment
1 5 બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત

બોલિવૂડ સાથે દરેક વર્ગના લોકો જોડાયેલા છે અને સાથે જોડાયેલી છે નાની-મોટી ઘણી બધી યાદો. બોલીવુડના કેટલાક ગીત એવા છે, જે આજે પણ એ સમયની યાદો તાજી કરાવે છે જ્યારે ટેલિફોન કે ઈન્ટરનેટ ન હતા અને પત્રો દ્ધારા જ એકબીજા સુધી પહોંચી શકાતુ હતું. આજે વર્લ્ડ પોસ્ટ ડે પર આવા જ થોડા ગીતોનું સ્મરણ થઇ આવે છે. ઘણી વખત ગીતોમાં લખાયેલા શબ્દો જ ખાસ દિવસની યાદોને તાજી કરે છે.

ડાકિયા ડાક લાયા ગીત આજે પણ લોકો યાદ કરે છે

Untitled 229 બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત

વર્ષ 1977ની ફિલ્મ પલકો કી છાઓં મેંનું લેજન્ડરી સિંગર કિશોર કુમારના અવાજમાં ગવાયેલું આ ગીત ખાસ આજના દિવસ માટે બંધ બેસતું છે. સુખ-દુ:ખના સંદેશાભરી ટપલો કઈ રીતે ટપાલી લાવે તેનું ઉત્તમ પ્રસ્તુતીકરણ આ ગીતમાં જોવા મળે છે. જ્યારે લિખે જો ખાત તુઝે ગીત વર્ષ 1968ની સોશિયલ રોમેન્ટિક ડ્રામા, આશા પારેખ અને શશી કપૂરને રજૂ કરતી કન્યાદાન બોક્સ ઓફિસ પર સફળ રહેલી ફિલ્મનું આ ગીત આજે પણ લોકોના હૈયે અને હોઠે છે. અલબત્ત, શંકર-જયકિશનનું સંગીત આ અવિસ્મરણીય ગીતમાં અનોખો સ્વાદ ઉમેરે છે, ગોપાલદાસ નીરજનું લખેલ આ ગીત મહોમ્મદ રફીએ ગયું હતું.

સંદેશે આતે હૈ ગીતની વાત કરીએ તો...

sandeshe બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત

1990ના દાયકાના આગમન સુધીમાં, ટેલિફોનની શરૂઆત થઈ ગઈ હતી અને બાદમાં સત્તાવાર પત્રવ્યવહારમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઇન્ટરનેટના આગમને પત્ર વ્યવહારને વિસ્મૃતિમાં ફેરવી દીધો હતો. જોકે, જેપી દત્તાની 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પર આધારિત ફિલ્મ બોર્ડરમાં પત્રને સમર્પિત એક ખાસ ગીત હતું, જે આજે પણ એટલું જ ભાવનાત્મક અને લોકપ્રિય છે. સોનુ નિગમ અને અનુ મલિક દ્વારા ગવાયેલું  આ ગીત જાવેદ અખ્તરે લખ્યું હતું. ગીતકારને આ ગીત બદલ ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. ઝંખના અને પ્રેમના આકર્ષક સ્પર્શ સાથેનું આ ગીત એક ભાવવિભોર કરનારું છે.

ચિઠ્ઠી આઈ હૈ…

chithi બોલીવુડના એવા ગીતો જે પત્રોના વિતેલા સમયની યાદોને કરે છે જીવંત

આ ગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને પંકજ ઉધાસની આ પ્રસ્તુતિ 1980ના દાયકાની સૌથી પ્રતિષ્ઠિત ક્ષણોમાંનું એક છે. એક યુગમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ટ્રંક કોલ્સ પોસાય તેમ ન હતા અને ઇમેઇલ્સ હજુ પણ ટ્રાયલ લેવલે હતા, ત્યારે પત્રો જ સંદેશાવ્યવહારનું એકમાત્ર સાધન હતું. આ ગીત, ભારતીય માતા-પિતાનું એક સુંદર પ્રસ્તુતિકરણ કરે છે, જે તેમના પુત્રો અને પુત્રીઓને વિદેશમાં યાદ કરે છે. 2000માં બીબીસી રેડિયો વર્લ્ડવાઇડ દ્વારા તેને ટોચના 100 ગીતોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.  કબૂતર જા જા જા ગીત ઉદારીકરણનો દાયકો, જ્યારે ભારતીય યુવાન આઈસ્ક્રીમ પાર્લર અને ટેલિફોન દ્વારા બહાર ફરવા અને મોજશોખ કરતા હતા. તેમ છતાં, પારિવારિક સંરચનામાં ખીલેલી લવ સ્ટોરી પર સૂરજ બડજાત્યાએ કબૂતર દ્વારા પ્રેમપત્રો મોકલવાની જૂની પરંપરા પકડી રાખી હતી. રામ-લક્ષ્મણ દ્વારા રચિત અને દેવ કોહલી દ્વારા લખાયેલું, તે 1980ના દાયકામાં સૌથી વધુ વેચાયેલું આલ્બમ હતું. ગીત પ્રથમ પ્રેમની નિર્દોષતા, ઉત્તેજના અને પત્રના માધ્યમના મહત્વને કેપ્ચર કરે છે.