OMG!/ બોલીવૂડની પરમ સુંદરી કૃતિ સેનનના પગમાં થઇ ઇજા, આવી હાલતમાં મળી જોવા

કૃતિ સેનનનો  ફોટો વાયરલ થયા બાદ, તમામ ચાહકો તેની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ડોક્ટરે કૃતિને થોડા દિવસો માટે…

Photo Gallery
કૃતિ

કૃતિ સેનન ગઈ કાલે રાત્રે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કૃતિએ ડેનિમ શોર્ટ્સ અને કલરફુલ ટોપ પહેર્યું હતું. કૃતિ ખૂબ જ મસ્ત દેખાતી હતી, પણ પછી દરેકનું ધ્યાન કૃતિના પગ તરફ ગયું. કૃતિને એક ઘૂંટણમાં ઈજા થઈ છે. કૃતિએ ઘૂંટણની બ્રેસ પહેરી હતી.

આ પણ વાંચો :ગ્લોબલ અચીવર્સ એવોર્ડ’ મેળવનાર આ પ્રથમ ભારતીય અભિનેત્રી બની..

કૃતિ સેનનનો  ફોટો વાયરલ થયા બાદ, તમામ ચાહકો તેની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ડોક્ટરે કૃતિને થોડા દિવસો માટે આરામ કરવાનું કહ્યું છે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે.

આ પણ વાંચો :મિલિંદ સોમને ગુજરાતમાં માણી છકડાની સવારીની મજા, પત્ની સાથે શેર કરી તસ્વીર

આપને જણાવી દઈએ કે કૃતિ સેનન છેલ્લે મિમિ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ સ્ત્રી લક્ષી ફિલ્મ હતી. કૃતિએ એકલા હાથે આ ફિલ્મને હિટ બનાવી હતી.

કૃતિ તાજેતરમાં કાર્તિક આર્યન સાથે શાહજાદે ફિલ્મ માટે પ્રસિદ્ધિમાં આવી છે. આ ફિલ્મમાં બંને સાથે જોવા મળશે. બાય ધ વે, આ પહેલા બંનેએ લુકા છુપ્પીમાં સાથે કામ કર્યું છે.

હમણાં કૃતિ પાસે રિલીઝ માટે ઘણી ફિલ્મો તૈયાર છે જેમાં ગણપત, આદિપુરુષ, બચ્ચન પાંડે અને ભેડિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને પગમાં ફેક્ચર હોવા છતાં KBC ના સેટ પર પહોંચ્યા શુટિંગ કરવા

આ પણ વાંચો :ખરાબ પુત્રવધૂના ટેગ પર ભડકી કાશ્મીરા શાહ, ટ્વિટ કરી કહ્યું ચેકમેટ