Not Set/ બેંગલોરમાં થયો બોમ્બ બ્લાસ્ટ, એક વ્યક્તિનું થયુ મોત, પોલીસે શરૂ કરી તપાસ

આજે 8 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે, ત્યારે સમગ્ર દેશની નજર આ મતદાન પ્રક્રિયામાં છે. દરમિયાન બેંગલોરથી એક મોટી ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આજે સવારે લગભગ 9 વાગે બેંગલોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો, જેમા એક વ્યક્તિનું મોત થયુ છે. બ્લાસ્ટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. #Karnataka: One […]

Top Stories India
bangalore બેંગલોરમાં થયો બોમ્બ બ્લાસ્ટ, એક વ્યક્તિનું થયુ મોત, પોલીસે શરૂ કરી તપાસ

આજે 8 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન ચાલી રહ્યુ છે, ત્યારે સમગ્ર દેશની નજર આ મતદાન પ્રક્રિયામાં છે. દરમિયાન બેંગલોરથી એક મોટી ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આજે સવારે લગભગ 9 વાગે બેંગલોરમાં બોમ્બ બ્લાસ્ટ થયો, જેમા એક વ્યક્તિનું મોત થયુ છે. બ્લાસ્ટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, સવારે લગભગ 9 વાગે બેંગલોરનાં વય્યાલીકાવલ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયો. તે સમયે ત્યાથી નિકળી રહેલા એક સ્થાનિક નિવાસી વેંકટેશન આ ધમાકાની હદમાં આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, વેંકટેશનની દુકાન તે જ વિસ્તારમાં આવેલી છે. આ ધમાકાની તિવ્રતા તે વાતથી જાણી શકાય કે, જ્યા આ ધમાકો થયો ત્યા એક ઉંડો ખાંડો પડી ગયો હતો. ધમાકો જે જગ્યાએ થયો ત્યાતી થોડી દૂર એક MLAનું ઘર આવ્યુ છે, જો કે હજુ સ્પષ્ટ થયુ નથી કે આ બોમ્બ બ્લાસ્ટ કયા કારણોસર કરવામાં આવ્યો. ધમાકાની જાણ થતા FSlની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે.