india news/ આજથી આધાર લિંક વગર સવારે 8 થી સાંજે 4 સુધી ટ્રેન ટિકિટ બુકિંગ બંધ રહેશે

ઓનલાઈન ટિકિટ (Ticket) છેતરપિંડીમાં વધારો રોકવા માટે હવે તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક (Aadhaar link) કરવું ફરજિયાત છે.

NATIONAL India Trending
Aadhaar

Indian Railways News: આજથી, એટલે કે 5 જાન્યુઆરીથી, જે IRCTC વપરાશકર્તાઓનું આધાર (Aadhaar ) કાર્ડ લિંક નથી, તેઓ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટ્રેન ટિકિટ (Ticket) બુક કરી શકશે નહીં. આ નિયમ માત્ર તે દિવસ માટે લાગુ પડે છે જ્યારે ટિકિટ બુકિંગની શરૂઆત થાય છે. ટ્રેનની મુસાફરીની તારીખથી 60 દિવસ અગાઉ રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ શરૂ થાય છે.

રેલવે દ્વારા આ નિયમ ત્રણ તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કો 29 ડિસેમ્બરથી લાગુ થયો હતો. બીજો તબક્કો આજથી અમલમાં આવ્યો છે, જ્યારે ત્રીજો તબક્કો 12 જાન્યુઆરીથી શરૂ થશે.

29 ડિસેમ્બરથી સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આધાર (Aadhaar) વિના ટિકિટ  (Ticket) બુકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજથી (5 જાન્યુઆરી) સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ (Ticket) બુકિંગ કરી શકાશે નહીં. જો કે, 12 જાન્યુઆરીથી, આવા વપરાશકર્તાઓ માટે સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ રહેશે.

આ નિયમનો ઉદ્દેશ નકલી ખાતાઓ દ્વારા બુકિંગ થતું અટકાવવાનો છે

તેનો હેતુ ટિકિટ (Ticket) ના દલાલો તેમજ છેતરપિંડી કરનારા સોફ્ટવેર પર અંકુશ મૂકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેથી નકલી એકાઉન્ટ મારફતે થતી બુકિંગને રોકી શકાય. તેના પરિણામે સામાન્ય મુસાફરોને શરૂઆતના દિવસે કન્ફર્મ ટિકિટ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. એજન્ટોને હવે પ્રથમ ચાર કલાક સુધી ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેથી સામાન્ય વપરાશકર્તાઓને બુકિંગ માટે પૂરતો અને ન્યાયસભર અવસર મળી રહેશે.

ટિકિટ (Ticket)  બુક કરતી વખતે આધાર (Aadhaar) ઓળખ માટે ઉપયોગમાં લેવાશે

તમારું IRCTC એકાઉન્ટ તમારા આધાર સાથે લિંક થયેલ હોવું આવશ્યક છે. બુકિંગ કરતી વખતે, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થશે, જે તમારી ટિકિટ (Ticket) કન્ફર્મ કરવા માટે દાખલ કરવો આવશ્યક છે.

જો કે, આધાર લિંક (Aadhaar link) વગરના વપરાશકર્તાઓ પહેલા ચાર કલાક (વિન્ડો ઓપનિંગ) માં ટિકિટ  (Ticket) બુક કરી શકશે નહીં. તેઓ ફક્ત તે પછી જ ટિકિટ બુક કરી શકશે. હાલમાં, બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.

અને કાઉન્ટર પર એક OTP પણ જરૂરી છે. તમારો મોબાઇલ નંબર તમારા આધાર (Aadhaar) સાથે લિંક થયેલો હોવો જોઈએ. જો તમે કોઈ બીજા માટે ટિકિટ (Ticket) ખરીદી રહ્યા છો, તો તેમનો આધાર અને OTP પણ જરૂરી રહેશે.

IRCTC પર આધાર (Aadhaar) કેવી રીતે લિંક કરવું?

IRCTC એપ અથવા વેબસાઇટ પર લોગ ઇન કરો. ‘માય પ્રોફાઇલ’ વિભાગમાં જાઓ, ‘આધાર (Aadhaar) KYC’ વિકલ્પ પસંદ કરો અને તમારી વિગતો અપડેટ કરો.

Aadhaar

અને જે તમને બુકિંગ અથવા OTP મા કોઇ સમસ્યાઓ આવે છે, તો તમે IRCTC હેલ્પલાઇન (139) પર કૉલ કરી શકો છો. અને જો આધાર (Aadhaar) સંબંધિત સમસ્યાઓ હોય તો તમે, UIDAI નંબર (1947) પર સંપર્ક કરવાનું રહેશે. તમે તમારા નજીકના રેલ્વે સ્ટેશન પરના કાઉન્ટર પરથી પણ મદદ મેળવી શકો છો.

આ નિયમ ભારતના બધા રેલ્વે ઝોનને લાગુ પડે છે.

તમને જણાવી દઇએ આ નિયમ ભારતના બધા રેલ્વે ઝોનને લાગુ પડે છે. દિલ્હીથી મુંબઈ હોય કે ચેન્નાઈ, દરેક રૂટ પર ઓનલાઈન અને કાઉન્ટર બુકિંગ માટે હવે આધાર  (Aadhaar) પ્રમાણીકરણ ફરજિયાત છે.

જો કે, ભારતીય રેલ્વેએ (RailOne) એપ દ્વારા અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ (Ticket)  કરાવવા પર ભાડામાં 3% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઓફર 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી 6 મહિનાના સમયગાળા માટે લાગુ રહેશે.

રેલ્વેએ સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ (CRIS) ને એક પત્ર મોકલીને સોફ્ટવેરમાં ફેરફાર કરવા જણાવ્યું છે. ખાસ વાત એ છે કે આ ડિસ્કાઉન્ટ ફક્ત R-Wallet પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ કોઈપણ ડિજિટલ પેમેન્ટ મોડ (જેમ કે UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ) દ્વારા ચુકવણી પર ઉપલબ્ધ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટ બુકિંગમાં ફેરફાર કર્યા

આ પણ વાંચો: રેલ્વેમાં મુસાફરી કરતા પહેલાં જાણી લો નિયમો

આ પણ વાંચો: રેલ્વેના નવા નિયમ : યાત્રીઓ માટે માઠાનાં સમાચાર, રેલ્વેએ બદલ્યા નિયમો, જાણીલો…