kutch news/ કચ્છમાં બુટલેગરની ધરપકડ, ગર્લફ્રેન્ડ મહિલા કોન્સ્ટેબલ પણ પકડાઈ

બુટલેગર પ્રેમી અને મહિલા કોન્સ્ટેબલ પોલીસ અધિકારી છેને અજબ ગજબ કી પ્રેમકહાની. કચ્છના ભચાઉ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે રેસિંગના હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બાતમીના આધારે કુખ્યાત બુટલેગરને પકડવા ચોપડવાબ્રિજ પાસે નાકાબંધી કરીને વોચમાં રહેલી પોલીસની વેન ઉપર બુટલેગરે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 76 કચ્છમાં બુટલેગરની ધરપકડ, ગર્લફ્રેન્ડ મહિલા કોન્સ્ટેબલ પણ પકડાઈ

Kutch News: બુટલેગર પ્રેમી અને મહિલા કોન્સ્ટેબલ પોલીસ અધિકારી છેને અજબ ગજબ કી પ્રેમકહાની. કચ્છના ભચાઉ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે રેસિંગના હિન્દી ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બાતમીના આધારે કુખ્યાત બુટલેગરને પકડવા ચોપડવાબ્રિજ પાસે નાકાબંધી કરીને વોચમાં રહેલી પોલીસની વેન ઉપર બુટલેગરે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીએ પોલીસ કાફલા પર કાર ચઢાવતા અફરાતફરીનાં દૃશ્યો સર્જાયાં હતાં, જોકે સતર્ક પોલીસે પ્રત્યાઘાતમાં થાર કાર ઉપર એક રાઉન્ડ ફાયર કર્યું હતું. એટલું જ નહિ, બ્રિજ નીચે ઊભી રહી ગયેલી થારમાંથી બુટલેગર બહાર ના આવતાં પોલીસને કારના કાચ તોડવાની ફરજ પડી હતી. થારમાંથી અંગ્રેજી શરાબ સાથે ગાંધીધામ સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલને પણ ઝડપી લેવામાં આવી હતી. ભચાઉ પોલીસે બન્ને આરોપી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત રાત્રિના અરસામાં મોટી ચીરઈ ગામનો 30 વર્ષીય બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ 16 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. એમાં 4 ગુના કામે તેને પકડવાનો બાકી હોઈ, એલસીબી અને ભચાઉ પોલીસની ટીમ આરોપીને પકડવા પ્રયત્નમાં હતી. એ દરમિયાન એલસીબીએ ભચાઉ પોલીસને વાકેફ કરી હતી અને આરોપી સફેદ કલરની કાર સાથે સામખિયાળી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું હતું. ભચાઉ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડવાબ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી.

સફેદ થાર આવતી દેખાતાં તેને પોલીસે રોકાવી હતી, પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. જોકે આરોપી યુવરાજસિંહ અને તેની સાથે કારમાં સવાર ગાંધીધામ સીઆઇડી ક્રાઇમની 34 વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મામલે પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ ચૂડાસમા સાથે વાત કરતાં તેમણે ફાયરિંગની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બુટલેગર યુવરાજસિંહ આડેસર બાજુથી ગાંધીધામ જતો હોવાની બાતમી મળતાંની સાથે ભચાઉ પોલીસને આ અંગે વાકેફ કરાતાં તેણે ચોપડવાબ્રિજ પાસે વોચ ગોઠવી હતી.

યોગેશ લીંબચિયાની માલિકીની થાર કાર સાથે બુટલેગરના કબજાવાળી કારને પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. એને લઈ ભચાઉ પીએસઆઇ ઝાલાએ થાર કાર નીચે એક રાઉન્ડ ફાયર કર્યું હતું. જો ઉપર ફાયર કરે તો ગોળી બાઉન્સબેક થઈ શકે એમ હતી. આ દરમિયાન આરોપીને ઘેરી લઈ પોલીસે કારમાંથી બહાર આવવા જણાવ્યું હતું. પરંતુ તે બહાર ના આવતાં પોલીસે અંતે કારના કાચ તોડી તેને પકડી પાડ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત