Dismissed/ અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના ‘ચાણક્ય’ અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

ત્રણ વખત લોકસભા તેમજ પાંચ વખત રાજ્ય સભાના સાંસદ : તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધીની સફર ખેડી હતી : 1986માં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા

Top Stories Gujarat Others Trending
ap1 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

ત્રણ વખત લોકસભા તેમજ પાંચ વખત રાજ્ય સભાના સાંસદ : તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધીની સફર ખેડી હતી : 1986માં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા

ap5 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. કોંગ્રેસની રાજનીતિના ચાણક્ય ગણાતા એહમદ પટેલ ઇંદિરા ગાંધીથી લઇને સોનિયા સુધી ગાંધી પરિવારના એક મહત્વપૂર્પણ અને ભરોસાપાત્ર રહ્યાં.પટેલત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા. કૉંગ્રેસ પાર્ટીનાં ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે.તેમનું ગુજરાત કનેક્શન અને રાજકીય સફર પર નજર કરીએ.

ત્રણ વખત લોકસભા અને પાંચ વખત રાજ્ય સભાના સાંસદ

ap2 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ 1977, 1980, 1984 ત્ત્રણ વખત લોકસભા સાંસદ અને 1993, 1999, 2005, 2011, 2017 થી પ્રવર્તમાન સુધી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલ પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા હતાં.

તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધીની રાજકીય સફર

અહેમદ પટેલે તાલુકા અધ્યક્ષથી પ્રદેશ અધ્યક્ષ સુધીની રાજકીય સફર ખેડી હતી. તે સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં હતાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં હતાં.

ap4 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

1986માં બન્યા કોંગ્રેસ અધ્યક્ષ

સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા. કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુકરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં હતાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.

સોનિયા ગાંધીના સલાહકાર

ap3 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.

1977 માં કોંગ્રેસની હાર વખતે પણ સંસદ પહોંચ્યા હતા પટેલ

ap2 અંકલેશ્વર પાસેના પીરામણ ગામમાં જન્મેલા રાજનીતિના 'ચાણક્ય' અહેમદ પટેલે કોંગ્રેસ સાથે આ રીતે ખેડી હતી રાજકીય સફર

અહેમદ પટેલે ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં હતા. 1977માં ચૂંટણીમાં જ્યારે ઇંદિરા ગાંધીને તખ્તો પલટવાની આશંકા હતી, ત્યારે આ અહેમદ પટેલ જ હતા કે જેઓએ પોતાની વિધાનસભા સીટ પર બેઠક યોજી રાજી કરી લીધા હતા.
1977માં જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારે ગુજરાતમાં માત્ર થોડા નેતાઓમાંથી એક અહેમદ પટેલ એવા હતા જે સંસદ પહોંચ્યા હતા. 1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે ઇંદિરા ગાંધીએ અહેમદ પટેલની કેબિનેટમાં સામેલ કરવાની ઇચ્છા હતી ત્યારે તેમણે સંગઠનના કામને પ્રાથમિકતા આપી હતી.

રાજનીતિમાં ચાણક્ય છતાં લો પ્રોફાઈલ

અહેમદ પટેલને ગાંધી પરિવારના અંગત અને રાજનીતિના ‘ચાણક્ય’ કહેવાતા હતા. તેઓ કોંગ્રેસમાં ગાંધી પરિવારના સૌથી નજીકના અને ગાંધી બાદ ‘નંબર 2’ માનવામાં આવતા હતા. ઘણા તાકતવર અસરવાળા અહેમદ પટેલ પોતાને લો-પ્રોફાઇલ રાખતા હતા, સાઇલેંટ અને દરેક વ્યક્તિ માટે સીક્રેટિવ હતા. ગાંધી પરિવાર સિવાય કોઇને ખબર રહેતી નહોતી કે તેઓના મનમાં શું ચાલી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…