World News/ BRICS સમિટથી દૂર રહીને બાંગ્લાદેશે કરી મોટી ભૂલ? ભારત સાથેના વિવાદમાં તારિક રહેમાનની વિદેશ નીતિ સામે ઊભા થયા ગંભીર સવાલો

નવી દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટ (BRICS Summit)થી બાંગ્લાદેશ દૂર રહેતા વડાપ્રધાન તારિક રહેમાનની વિદેશ નીતિ પર સવાલો ઊભા થયા છે. આમંત્રણ વિવાદથી બાંગ્લાદેશને મોટા રાજદ્વારી નુકસાનની શક્યતા.

international World
BRICS Summit Why didn't it go to Bangladesh

World News : નવી દિલ્હીમાં આયોજિત 18 મી ‘બ્રિક્સ’ (BRICS Summit) શિખર સંમેલનમાં બાંગ્લાદેશ (Bangladesh)ની બિનહજરીએ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે. વડાપ્રધાન તારિક રહેમાન (Tariq Rahman)ના આ નિર્ણયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ભારત સાથેના દ્વિપક્ષીય વિવાદોના કારણે બાંગ્લાદેશ વૈશ્વિક મંચ પર પોતાનું આર્થિક અને નૌકાદળ-રાજદ્વારી હિત જોખમમાં મૂકી રહ્યું છે. આ વૈશ્વિક કોન્ફરન્સમાં ચીન, રશિયા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને યુએઈ જેવા દિગ્ગજ દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BRICS Summit : આમંત્રણના ફોર્મેટ પર વિવાદ અને બાંગ્લાદેશનું વલણ

ભારતે બ્રિક્સ આઉટરીચ સેશન માટે બાંગ્લાદેશના વડાપ્રધાનને ‘BIMSTEC’ ના વર્તમાન અધ્યક્ષ તરીકે નિમંત્રણ પાઠવ્યું હતું. જોકે, તારિક રહેમાન સરકારે આ આમંત્રણનો અસ્વીકાર કરતાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર BIMSTEC પ્રમુખ તરીકે નહીં પરંતુ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે જ કોઈપણ બહુપક્ષીય મંચ પર ભાગ લેશે. વધુમાં, રહેમાન તંત્રે દલીલ કરી હતી કે ભારતની તેમની પ્રથમ મુલાકાત કોઈ બહુપક્ષીય ઇવેન્ટને બદલે માત્ર એક સ્વતંત્ર દ્વિપક્ષીય બેઠક હોવી જોઈએ.

રાજદ્વારી તક ગુમાવવાનો નિષ્ણાતોનો દાવો

વિદેશ નીતિના નિષ્ણાતોના મતે, આમંત્રણના સ્વરૂપને મુદ્દો બનાવીને બ્રિક્સથી અંતર જાળવવાનો નિર્ણય બાંગ્લાદેશના રાષ્ટ્રીય હિતમાં યોગ્ય નથી. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તારિક રહેમાન વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ સમક્ષ પ્રાદેશિક પ્રાથમિકતાઓ રજૂ કરી શક્યા હોત. ભારત સાથેના મતભેદોને અલગ રાખીને ચીન, રશિયા કે ગલ્ફ દેશોના નેતાઓ સાથે આર્થિક સંવાદ સાધી શકાયો હોત. દરેક આંતરરાષ્ટ્રીય મંચને ભારત સાથેના તણાવના દૃષ્ટિકોણથી જોવાથી બાંગ્લાદેશના વૈશ્વિક વિકલ્પો મર્યાદિત થઈ રહ્યા છે.


આ પણ વાંચો :ઉત્તર કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઇલ છોડી, જાપાનમાં પડી; દક્ષિણ કોરિયાએ બોલાવી NSC બેઠક

આ પણ વાંચો :રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આગથી ખળભળાટ

આ પણ વાંચો :ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, વાતચીત માટે ઈરાને મૂકી 7 શરતો; અમેરિકામાં સિક્યુરિટી એલર્ટ