મેડિકલ હેલ્પ/ બ્રિટને ભારતને મેડિકલ સાધન સામગ્રી મોકલવાની કરી જાહેરાત

બ્રિટેને ભારતને મદદ કરવાની જાહેરાત કરી

World

કોરોનાના સંક્રમણના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે .કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક નીવડી રહી છે. જેના લીધે અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ મરી રહ્યા છે .દેશમાં કોરોનાના લીધે ભયંકર પરિસ્થિતિ છે. કોરોના સક્રમણના કેસમાં ભારત પ્રથમ સ્થાને છે.હાલમાં ઓક્સિજનની અછત અને દવાઓ માટે દેશ ઝઝુમી રહ્યો છે.કોરોના સામેની લડાઇમાં વિશ્વભરના દેશઓ ભારતને મદદ કરી રહ્યા છે. આજે બ્રિટેનને ઓકિસજન,વેન્ટીલેટર.સહિત મેડિકલને લગતા સાધન સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે.

દિલ્હી સ્થિત બ્રિટેનના ઉચ્ચાોગે કહ્યું હતું કે  કોવિડ-19 સામે લડવા માટે  બ્રિટન 600 મેડિકલ સાધનો મોકલશે.કોરોના સામેની લડતમાં ભારત સાથે સહભાગી બનશે.બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જહોન્શને કહ્યું હતું કે કોરોના સામેની લડતમાં અમે ભારતના સહભાગી છે ભારતની સ્થિતિ પર અનેક દેશોએ મદદ આપવાની તૈયારી બતાવી છે.