#compensates/ આ દેશ નાગરિકોને કોરોના રસીની આડઅસર થશે તો આપશે વળતર

બ્રિટેન કોરોના વાયરસ રસીની આડઅસરથી પીડિત લોકોને વળતર આપશે. યુકે સરકારે ફાઈઝર અને બાયોનોટેકના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે. બ્રિટન એ પહેલો દેશ છે કે જેણે પ્રથમ વખત નાગરિકોને કોરોના રસી જાહેર કરી.

Top Stories World

યુકે દ્વારા ફાઈઝર અને બાયોનોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલા કોરોના રસીને દેશભરમાં વધતા જતા કોરોના કેસો વિરુદ્ધ ઉપયોગ કરવાની મંજુરી આપી છે. આવું કરનારો તે વિશ્વનો પહેલો દેશ બન્યો છે. યુકેના ડ્રગ રેગ્યુલેટર એમએચઆરએ કહ્યું કે આ રસી 95% જેટલી અસરકારક છે અને તેના વ્યાપક ઉપયોગને મંજૂરી આપવી તે સુરક્ષિત છે.

દેશમાં સૌથી પહેલા રસી ઉચ્ચ જોખમ ધરાવતા જૂથના લોકોને આપવામાં આવશે. યુકેએ પહેલેથી જ 40 મિલિયન ડોઝનો આદેશ આપ્યો છે, જેની મદદથી 20 મિલિયન લોકોને બે વાર રસી આપી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…