UK Finance Minister Quits/ બ્રિટનના નાણામંત્રી અને આરોગ્ય સચિવે આપ્યું રાજીનામું,ઉઠાવ્યા સવાલ

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય સચિવ સાજિદ જાવેદે રાજીનામું આપી દીધું છે. સુનકે વડાપ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે

Top Stories World

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય સચિવ સાજિદ જાવેદે રાજીનામું આપી દીધું છે. સુનકે વડાપ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. આમાં તેમણે તેમના કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે.

ઋષિ સુનકે પોતે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જનતા અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે, ગંભીરતાથી અને સક્ષમ રીતે ચલાવવામાં આવશે, પરંતુ ઘણી વખત એવું થતું નથી. મંત્રી તરીકે આ મારું છેલ્લું કામ હોઈ શકે છે પરંતુ હું માનું છું કે આ ધોરણો માટે લડવું જોઈએ. આ જ કારણ છે કે હું વડાપ્રધાન બોરિસની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.