india news/ 10 જૂને તૂટશે પંડિત નેહરુનો 62 વર્ષ જૂનો રેકોર્ડ, પીએમ મોદી રચશે નવો ઇતિહાસ!

PM Modi Breaks Jawaharlal Nehru Recordછ ભારતીય લોકશાહીમાં 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 4399 દિવસ પીએમ તરીકે પૂર્ણ કરી પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડશે અને નવો ઇતિહાસ રચશે.

Top Stories NATIONAL India
PM Modi Breaks Jawaharlal Nehru Record

PM Modi Breaks Jawaharlal Nehru Record: ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આગામી 10 જૂન, 2026નો દિવસ એક સુવર્ણ અક્ષરે યાદગાર તારીખ બનીને નોંધાઈ જશે. આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સતત કાર્યકાળ પૂર્ણ કરનારા ભારતના પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા બનવાનું બહુમાન મેળવશે. 26 મે, 2014ના રોજ પ્રથમવાર દેશની ધુરા સંભાળ્યા બાદથી પીએમ મોદીએ દેશમાં અવિરત વિકાસ, સુધારા અને જનસેવાની જે ગતિ જાળવી રાખી છે, તેના જ જોરે હવે તેઓ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના એક ઐતિહાસિક રેકોર્ડને પાછળ છોડી દેશે.

PM Modi: 4399 દિવસનો ભવ્ય કાર્યકાળ અને આંકડાની રમત

જો આંકડાકીય દ્રષ્ટિએ આ મહાસિદ્ધિને સમજીએ તો, 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ પદ પર સતત ૪,૩૯૯ દિવસ પૂર્ણ કરી લેશે. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ બંધારણ લાગુ થયા બાદ વર્ષ 1952 થી 1964 વચ્ચે દેશના વડાપ્રધાન તરીકે સતત 4398 દિવસ સેવા આપી હતી. આમ, આ સમયગાળાને વટાવીને પીએમ મોદી ભારતના ઇતિહાસમાં સતત સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ પર રહેનાર એકમાત્ર નેતાનો રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કરશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સતત ૪,૦૭૭ દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ ક્યારનોય તોડી નાખ્યો છે.

PM Modi: રાજકીય મજબૂતી અને અખંડ લોકપ્રિયતાનું પ્રતીક

વડાપ્રધાન મોદીની આ અસાધારણ સિદ્ધિ માત્ર શાસનના દિવસોના આંકડા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશની જનતામાં તેમની અખંડ લોકપ્રિયતા અને રાજકીય મજબૂતીનું જીવંત પ્રતીક છે. તેઓ પંડિત નેહરુ પછી ભારતના ઇતિહાસમાં એવા બીજા પ્રથમ નેતા છે જેમને સતત ત્રીજી વાર લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી અને પ્રચંડ જનસમર્થન સાથે સત્તાનું સુકાન મળ્યું છે. પંડિત નેહરુના અવસાનના દાયકાઓ પછી આ વિક્રમી આંકડો વટાવીને પીએમ મોદી ભારતીય રાજનીતિમાં એક નવો માઈલસ્ટોન અને માપદંડ સ્થાપિત કરી રહ્યા છે.

PM Modi: કુલ કાર્યકાળ અને રેકોર્ડની વાસ્તવિક મર્યાદા

રાજકીય વિશ્લેષણના ભાગરૂપે અહીં એ સ્પષ્ટતા કરવી પણ ખૂબ જરૂરી છે કે, 15 ઓગસ્ટ, 147ના રોજ દેશ આઝાદ થયો ત્યારથી લઈને પોતાના અવસાન સુધી પંડિત જવાહરલાલ નેહરુ જે રીતે સૌથી વધુ સમય (કુલ 16 વર્ષથી વધુ) દેશના વડાપ્રધાન રહ્યા હતા, તે કુલ સમયનો ઓવરઓલ રેકોર્ડ હજુ પણ પંડિત નેહરુના નામે જ અકબંધ રહેશે. પીએમ મોદીનો આ નવો વિક્રમ 2014 થી શરૂ થયેલા સતત (Continuously) કાર્યકાળ પર આધારિત છે. પીએમ મોદીના આ લાંબા શાસનકાળે વૈશ્વિક મંચ પર ભારતની આંતરરાષ્ટ્રીય છબી, આર્થિક નીતિઓ અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના સફળ અમલીકરણમાં નવા આયામો સિદ્ધ કર્યા છે.


આ પણ વાંચો: શાયર ડૉ. બશીર બદ્રની વિદાયથી પીએમ મોદીનો એ સંસદીય કિસ્સો ફરી ચર્ચામાં

આ પણ વાંચો: બકરીઇદ પર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, ભાઈચારો વધારવાનો આપ્યો સંદેશ

આ પણ વાંચો: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક શરૂ, શું છે બેઠકનો એજન્ડા?