Stock Market/ સપ્તાહના ત્રીજા દિવસે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો

Business
bansuri 4 સપ્તાહના ત્રીજા દિવસે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ગબડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 214 પોઇન્ટ એટલે કે 0.41 ટકાના ઘટાડા સાથે 51,889.73ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 58 અંક એટલે કે 0.58 ટકાના ઘટાડા સાથે 15,255.00 ના સ્તર પર ખુલ્યો.

મોટા શેરની હાલત

મોટા શેરોની વાત કરીએ તો આજે પ્રારંભિક કારોબાર દરમિયાન એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. એચડીએફસી બેન્ક, ગ્રાસીમ, એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, બજાજ ફિનસવર, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ લાલ નિશાન પર ખુલ્યા છે.

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું. 

ગઇકાલના કારોબારી સત્રના દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અંતમાં નિફ્ટી 15320 ની નીચે બંધ થયા અને સેન્સેક્સ 52104.17 પર બંધ થયો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 49.96 અંકો સુધી ગગડ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 1.20 અંકોનો ઘટાડો જોવાને મળ્યો હતો.

વૈશ્વિક બજાર આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકા અને એશિયામાં મોટાભાગના બજારોમાં નરમાશ નજરે પડી રહી છે. Dow Jones 64 અંક મજબૂતી સાથે બંધ થયો છે, જયારે SGX Nifty 79 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 64.35 અંક એટલે કે 0.20 ટકાની મજબૂતીની સાથે 31,522.75 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 47.97 અંક ઘટાડાની સાથે 14,047.50 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ નજીવો તૂટીને 3932.59 ના સ્તર પર બંધ થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ