Politics/ બસપા સુપ્રીમો માયાવતી મોટો દાવો રમવાની કરી રહ્યા છે તૈયારી

દેશમાં આવતા વર્ષે એટલે કે, 2022 માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પાર્ટીઓએ અત્યારથી જ મિશન યુપીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Top Stories India
11 339 બસપા સુપ્રીમો માયાવતી મોટો દાવો રમવાની કરી રહ્યા છે તૈયારી

દેશમાં આવતા વર્ષે એટલે કે, 2022 માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પાર્ટીઓએ અત્યારથી જ મિશન યુપીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે હવે ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ એક મોટો દાવ રમવાની તૈયારી કરી લીધી છે.

આકાશી આફત / મુંબઈમાં ભારે વરસાદ, ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતા 11 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશની ચૂંટણી 2022 માં યોજાવાની છેે. જેને લઇને બહુજન સમાજ પાર્ટી (બસપા) નાં સુપ્રીમો માયાવતીએ હવે એક મોટો દાવ રમવાની તૈયારી કરી લીધી છે. માયાવતીએ રાજ્યમાં ફરી એકવાર બ્રાહ્મણોને સાથેે લેવાની શરૂઆત કરી લીધી છે. માયાવતી ફરી એકવાર બ્રાહ્મણ સંમેલન શરૂ કરવા જઈ રહી છે, જેની જવાબદારી સતીષચંદ્ર મિશ્રાને સોંપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, બીએસપીનું બ્રાહ્મણ સંમેલન 23 જુલાઈથી અયોધ્યાથી શરૂ થશે. 23 જુલાઈએ સતીષચંદ્ર મિશ્રા અયોધ્યામાં બ્રાહ્મણોને મંદિર દર્શન સાથે જોડવાની કવાયત શરૂ કરશે. પ્રથમ તબક્કામાં 23 જુલાઇથી 29 જુલાઈ સુધી સતત છ જિલ્લાઓમાં બ્રાહ્મણ પરિષદો યોજાશે. સતિષચંદ્ર મિશ્રાની આગેવાની હેઠળ જિલ્લાવાર આ પરિષદો યોજાશે. બીએસપીનું બ્રાહ્મણ સંમેલન 2007 નાં ચૂંટણી પ્રચારની તર્જ પર હશે. શુક્રવારે રાજ્યભરનાં 200 થી વધુ બ્રાહ્મણ નેતાઓ અને કાર્યકરો લખનઉની બસપા કચેરી પહોંચ્યા હતા જ્યાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

મેઘાનું તાંડવ / મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ, શહેરમાં અલગ-અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ

બીએસપી 2007 નાં ફોર્મ્યુલામાં પરત ફરી રહી છે. દલિત બ્રાહ્મણ ઓબીસી માયાવતી આ ફોર્મ્યુલા સાથે 2022 ની ચૂંટણીમાં પ્રવેશ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2007 માં માયાવતીએ ચૂંટણીનાં મેદાનમાં ટિકિટ આપીને મોટી સંખ્યામાં બ્રાહ્મણોને મેદાનમાં ઉતાર્યા હતા. માયાવતીની આ વ્યૂહરચના પણ સફળ રહી અને બસપાની સંપૂર્ણ બહુમતીની સરકાર બની હતી. આપને જણાવી દઈએ કે, માયાવતીએ 2007 ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 403 માંથી 206 બેઠકો જીતીને 30 ટકા મતોથી સત્તા મેળવીને દેશના રાજકારણમાં ગભરાટ પેદા કર્યો હતો. બીએસપી 2007 નું પ્રદર્શન આકસ્મિક ન હતું, પરંતુ તેની પાછળ માયાવતીની સુવિચારિત વ્યૂહરચના હતી. ચૂંટણી પહેલા લગભગ એક વર્ષ પહેલા ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઓબીસી, દલિતો, બ્રાહ્મણો અને મુસ્લિમો સાથે તાલમેલ બનાવવામાં આવ્યું હતું. બસપા આ સૂત્રને જમીન પર પરત લાવવાનો પ્રયાસ કર્યો છે.