બુલેટ ટ્રેન/ બુલેટ ટ્રેન સામેનો અંતિમ અવરોધ પણ હટ્યોઃ ગોદરેજની અરજી હાઇકોર્ટે ફગાવી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામેનો અંતિમ અવરોધ પણ હટી ગયો છે. મુંબઈ હાઇકોર્ટે ગોદરેજની અરજી ફગાવી દેતા હવે આ પ્રોજેક્ટ વધુ વેગવંતો બની શકે છે. આખો દેશ ભારતમાં બુલેટ ટ્રેન શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

Top Stories India
Bullet Train બુલેટ ટ્રેન સામેનો અંતિમ અવરોધ પણ હટ્યોઃ ગોદરેજની અરજી હાઇકોર્ટે ફગાવી

Bullet Train-Godrej બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામેનો અંતિમ અવરોધ પણ હટી ગયો છે. મુંબઈ હાઇકોર્ટે ગોદરેજની અરજી ફગાવી દેતા હવે આ પ્રોજેક્ટ વધુ વેગવંતો બની શકે છે. આખો દેશ ભારતમાં બુલેટ ટ્રેન શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે, પરંતુ આ પ્રોજેક્ટ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. હકીકતમાં, દેશનું પ્રખ્યાત બિઝનેસ ગ્રુપ ગોદરેજ આ મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માર્ગમાં ઉભું હતું. Bullet Train-Godrej ગોદરેજ એન્ડ બોયસ ગ્રુપ પાસે મુંબઈના વિક્રોલીમાં જમીન હતી, જ્યાં બુલેટ ટ્રેન ટનલનું પ્રવેશદ્વાર છે. સરકારે આ જમીન હસ્તગત કરી છે જેની સામે ગોદરેજ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને ફગાવીને બોમ્બે હાઈકોર્ટે બુલેટ ટ્રેનના માર્ગમાં સૌથી મોટી અડચણ દૂર કરી દીધી છે. આના પગલે હવે ગોદરેજની જમીન પર બુલેટ ટ્રેન અંડરગ્રાઉન્ડ બાંધકામ કરી લાવી શકાશે.

મામલો શું છે
બોમ્બે હાઈકોર્ટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ Bullet Train-Godrej માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મહારાષ્ટ્ર સરકાર અને NHSRCL દ્વારા શરૂ કરાયેલ જમીન સંપાદન સામે ગોદરેજ એન્ડ બોયસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો છે અને જનતાના ભલા માટે છે. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એમએમ સાથયેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પોતાનામાં અનોખો છે અને ખાનગી હિત કરતાં જાહેર હિતને પ્રાધાન્ય આપવામાં આવશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેના કુલ 508.17 કિમીના રેલ ટ્રેકમાંથી 21 કિમી અંડરગ્રાઉન્ડ હશે. Bullet Train-Godrej ભૂગર્ભ ટનલનો એક પ્રવેશ બિંદુ વિક્રોલી ખાતે ગોદરેજની જમીન પર પડે છે. રાજ્ય સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ દાવો કર્યો હતો કે કંપનીના કારણે સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો હતો, જ્યારે પ્રોજેક્ટ લોકો માટે મહત્વપૂર્ણ હતો.

264 કરોડનું વળતર મેળવ્યું
સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના વિક્રોલી વિસ્તારમાં સ્થિત વિસ્તાર સિવાય પ્રોજેક્ટના સમગ્ર વિસ્તાર માટે સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ કોર્ટને કહ્યું હતું કે તે ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીને વળતર તરીકે રૂ. 264 કરોડ ચૂકવી ચૂકી છે. ગોદરેજ એન્ડ બોયસે તેને વળતર ચૂકવવાના મહારાષ્ટ્ર સરકારના 15 સપ્ટેમ્બર, 2022ના આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ

આઇએમએફ ઓફિસર-નાથન પોર્ટર/ પાક. સામે આકરું વલણ અપનાવનાર કોણ છે IMFનો અધિકારી

Gujarat/ મહિલા IPLની હરાજીમાં જામનગરની બે ખેલાડીઓને મળ્યું સ્થાન મળ્યું

GoogleAIChatGpt/ ગૂગલના એઆઈ ચેટબોટ ‘બાર્ડ’ની ભૂલ, આલ્ફાબેટે 100 અબજ ડોલરનું માર્કેટ વેલ્યુ એક જ દિવસમાં ગુમાવ્યું