Not Set/ Bus વિવાદ પર રાજકારણ ગરમાયુ, વિવાદિત ટ્વીટ પર હરિયાણા કોંગ્રેસનાં નેતા પંકજ પુનિયાની ધરપકડ

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પોલીસે હરિયાણા કોંગ્રેસનાં નેતા પંકજ પુનિયાની ધરપકડ કરી હતી. પંકજ પુનિયાની હરિયાણાનાં કરનાલથી ધરપકડ કરવામાં આવી છે. પંકજ પુનિયા વિરુદ્ધ કરનાલમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય લખનઉમાં પણ તેંની સામે કેસ નોંધવામાં આવ્યો છે. કરનાલ […]

India
173427cb502782b44095d9f105f932a2 1 Bus વિવાદ પર રાજકારણ ગરમાયુ, વિવાદિત ટ્વીટ પર હરિયાણા કોંગ્રેસનાં નેતા પંકજ પુનિયાની ધરપકડ

સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા અને હિન્દુ સમાજની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ પોલીસે હરિયાણા કોંગ્રેસનાં નેતા પંકજ પુનિયાની ધરપકડ કરી હતી. પંકજ પુનિયાની હરિયાણાનાં કરનાલથી ધરપકડ કરવામાં આવી છે. પંકજ પુનિયા વિરુદ્ધ કરનાલમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સિવાય લખનઉમાં પણ તેંની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

કરનાલ પોલીસે કોંગ્રેસનાં નેતા પંકજ પુનિયા વિરુદ્ધ કલમ 153-એ, 295-એ, 505 (2) અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો દાખલ કર્યો છે. વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે પંકજ પુનિયા વિરુદ્ધ ફોજદારી એફઆઈઆર દાખલ કરાવી હતી. મધુબન પોલીસ મથકે લેખિત ફરિયાદ મળ્યા બાદ એસપીનાં આદેશથી પુનિયાની ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જો કે, બાદમાં પંકજ પુનિયાએ થોડા કલાકો બાદ પોતાનાં વાંધાજનક ટ્વીટને તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધું હતું. આ સાથે તેમણે પોતાના ટ્વિટ પર પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે, મારા લેખનથી જો કોઇ ભાઈને ખરાબ લાગ્યુ છે, તો હુ દુઃખ વ્યક્ત કરુ છે કે મારા શબ્દો મે ગાર્ગી કોલેજમાં જે થયુ હતુ તેને લઇને હતા, ના કે કોઇ ધર્મને લઇને હતા. આપને જણાવી દઈએ કે, પંકજ પુનિયાએ મંગળવારે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપ સરકારને તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર બસ ચલાવવાનાં નામે રાજકારણ રમી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.