Not Set/ જેટ એરવેઝ બાદ એર ઇન્ડિયાને લાગી શકે તાળા, 9000 કરોડનું દેવુ

જેટ એરવેઝ બાદ હવે સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાને પણ તાળા લાગે તેવા શંકાના વાદળો છવાયા છે. કંપની ઉપર હાલમાં 9000 કરોડ રૂપિયાનું દેવુ છે. જો આ આર્થિક કટોકટીની સ્થિતિમાં સરકાર દ્વારા મદદ નહીં કરાય તો કંપનીને જલ્દી તાળા લાગી શકે છે. જો કે આ માટેનો નિર્ણય હવે માત્ર જૂનમાં જ લેવાશે. જ્યારે નવી કેન્દ્ર […]

India Business
Air India જેટ એરવેઝ બાદ એર ઇન્ડિયાને લાગી શકે તાળા, 9000 કરોડનું દેવુ

જેટ એરવેઝ બાદ હવે સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાને પણ તાળા લાગે તેવા શંકાના વાદળો છવાયા છે. કંપની ઉપર હાલમાં 9000 કરોડ રૂપિયાનું દેવુ છે. જો આ આર્થિક કટોકટીની સ્થિતિમાં સરકાર દ્વારા મદદ નહીં કરાય તો કંપનીને જલ્દી તાળા લાગી શકે છે. જો કે આ માટેનો નિર્ણય હવે માત્ર જૂનમાં જ લેવાશે. જ્યારે નવી કેન્દ્ર સરકાર શપથગ્રહણ કરશે.

જેટ એરવેઝ જેવી હાલત થઇ શકે છે

જો એર ઇન્ડિયાને સરકાર તરફથી કોઇ મદદ નહીં મળી તો તેની પણ જેટ એરવેઝ જેવી હાલત થઇ શકે છે. એર ઇન્ડિયા અને નાગર વિમાન મંત્રાલયે નાણાં મંત્રાલયને આ અંગેની સૂચના આપી છે.

ઇએમઆઇ ડિફોલ્ટ થવાની સંભાવના

એર ઇન્ડિયાને આ વર્ષે પણ બેંક પાસેથી આર્થિક જરૂરિયાત છે પરંતુ તેની પાસે પર્યાપ્ત નાણાં ના હોવાથી તેની ફરી ચૂકવણી કરવી અશક્ય છે. આ સ્થિતિમાં લોનના હપ્તા પણ ડિફોલ્ટ થઇ શકે છે.

રોજની 6 કરોડની ખોટ

એર ઇન્ડિયા હાલમાં રોજ 6 કરોડની ખોટ સહન કરી રહી છે. તેનું કારણ પુલવામાં હુમલા બાદ પાકિસ્તાનને તેનો હવાઇ માર્ગ બંધ કર્યો હતો. તેમાં યુરોપ અને અમેરિકાની ફ્લાઇટ્સને લાંબા અંતરની ઉડાન ભરવી પડતી હતી.

સરકાર આર્થિક સહાય નહીં કરે

જો કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ 29 હજાર કરોડ રૂપિયાનું દેવુ તેમના પર લઇ ચૂકી છે. તે સિવાય તેમાં 2700 કરોડ રૂપિયાનું વ્યાજ પણ સામેલ છે. હવે સરકાર કોઇ પણ રીતે આર્થિક મદદ નહીં કરે. જો ભાજપની સરકાર બનશે તો તે 100 ટકા હિસ્સો વેચી શકે છે.

ચૂંટણી પછી એર ઇન્ડિયાના ભાવિનો થશે ફેંસલો

જો કે હાલતો એર ઇન્ડિયાનું ભવિષ્ય અદ્વરતાલ જ રહેશે જેનું કારણે ચૂંટણી છે. ગત વર્ષે એર ઇન્ડિયા પર 54 હજાર કરોડનું દેવુ હતું. તે સમયે સરકારે તેમનો 76 ટકા હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં કોઇ સફળતા પ્રાપ્ત નથી થઇ.