Not Set/ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટનો ઝટકો,સરકારને ચૂકવવા પડશે 92,000 કરોડ

દેશની માતબર ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે.ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદા પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ તેમની આવકમાંથી સરકારને હિસ્સો આપવો પડશે. ટેલીકોમ કંપની અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ વચ્ચે ક્યા પ્રકારની ટેલીકોમ કંપનીઓની આવકમાંથી સરકારને હિસ્સામાં ભાગ આપવો તેના ઉપર ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાના કારણે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને […]

Business

દેશની માતબર ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટ મોટો ઝટકો આપ્યો છે.ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદા પ્રમાણે ટેલિકોમ કંપનીઓએ તેમની આવકમાંથી સરકારને હિસ્સો આપવો પડશે.

ટેલીકોમ કંપની અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ વચ્ચે ક્યા પ્રકારની ટેલીકોમ કંપનીઓની આવકમાંથી સરકારને હિસ્સામાં ભાગ આપવો તેના ઉપર ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

આ ચુકાદાના કારણે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અન્ય કંપનીઓએ રૂ..92,000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મતે કંપનીઓએ મોબાઈલ સેવાઓ ઉપરાંત જે પણ રકમ ગ્રાહકો પાસેથી અન્ય પ્રકારની સેવા માટે વસૂલવામાં આવે છે તેનો એડજસ્ટેડ રેવન્યુમાં ઉમેરો થવો જોઈએ અને તેમાંથી સરકારને ટેલીકોમ પોલીસી અનુસાર હિસ્સો આપવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે કેસના ચુકાદામાં જણાવ્યું છે કે એડજસ્ટેડ રેવન્યુની વ્યાખ્યામાં કંપની મોબાઈલ સેવા સિવાય પણ કોઇ રકમ ગ્રાહક પાસેથી વસુલે તો તેનો સમાવેશ થવો જોઈએ.

 આ મામલે ટેલીકોમ કંપનીઓએ સરકાર અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને તેનો આજે ચુકાદો આવ્યો છે. ડીપાર્ટમેન્ટે કંપનીઓ પાસેથી રૂ.92,000કરોડની રકમની વસૂલાત કરી હતી જેમાંથી ભારતી એરટેલે રૂ.21,682 કરોડ, વોડાફોન આઈડિયાએ રૂ.28,309 કરોડની રકમ સરકારને આપવી પડશે.

કોણે કેટલી રકમ ચૂકવવી પડશે
ભારતી એરટેલ રૂ.216.82 અબજ
 વોડાફોન રૂ.198.23 અબજ
આઇડિયા રૂ.84.85 અબજ
રિલાયન્સ કોમ્યુ. રૂ.164.56 અબજ
 એરસેલ રૂ.78.52 અબજ
BSNL રૂ.20.98 અબજ
 MTNL રૂ.25.37 અબજ
રિલાયન્સ જિયો રૂ.0.13 અબજ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.