નીતિ આયોગ ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે વિકાસ દર માં ઘટાડો નોટબંધીના કારણે નહિ, પરંતુ એનપીએ ની સમસ્યાના કારણે થયું હતું. એમણે આના માટે યુપીએ સરકાર અને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિઓને જવાબદાર ઠેરવી છે.
#UPDATE Growth was declining because of rising NPAs in banking sector. Because under previous governor Mr Rajan they brought in new mechanisms to identify stressed NPAs & these continued to go up which is why banking sector stopped giving credit to industry: Rajiv KumarANI added
— Mantavya News (@Mantavyanews) September 3, 2018
નોટબંધીના કારણે વિકાસ દરમાં ઘટાડાના આરોપને લઈને રાજીવ કુમારે કહ્યું કે આ પુરી રીતે ખોટી ધારણા છે. પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ જેવા લોકોએ પણ નોટબંધીના કારણે વિકાસ દર ઘટ્યો હોવાનું કહ્યું છે. જો આપ વિકાસ દરના આંકડાઓને જોશો, તો ખબર પડશે કે નોટબંધીના કારણે વિકાસ દર નથી ઘટ્યો, પરંતુ છ ત્રિમાસિક ગાળાથી સતત ઘટી રહ્યો હતો. જેની શરૂઆત 2015-16ના બીજા ત્રિમાસિક ગાળાથી થઇ હતી. જયારે વિકાસ દર 9.2 ટકા હતો. ત્યારબાદ દરેક ત્રિમાસિક ગાળામાં વિકાસ દર ઘટતો ગયો. આ એક ટ્રેન્ડનો હિસ્સો હતો, નોટબંધીનો ઝટકો નહિ. નોટબંધી અને વિકાસ દરમાં ઘટાડા વચ્ચે પ્રત્યક્ષ સંબંધના કોઈ પુરાવા નથી.
#WATCH:Niti Aayog Vice-Chairman Rajiv Kumar says, 'Growth was declining due to former RBI Governor Raghuram Rajan's policies' pic.twitter.com/wUIlKYsHcO
— ANI (@ANI) September 3, 2018
એમણે વિકાસ દરમાં ઘટાડા માટે એનપીએની સમસ્યા અને આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને જવાબદાર જણાવતા કહ્યું કે ગ્રોથ રેટમાં ઘટાડો બેન્કિંગ સેક્ટરમાં એનપીએ સમસ્યા વધવાના કારણે આવી રહ્યો છે. જયારે આ સરકાર સત્તામાં આવી, તો આ આંકડો 4 લાખ કરોડ રૂપિયા હતો. 2017ના મધ્ય સુધીમાં વધીને આંકડો 10 લાખ કરોડ પહોંચી ગયો હતો. રઘુરામ રાજને એનપીએ ની ઓળખાણ માટે નવી પ્રણાલી બનાવી હતી. અને આ સતત વધતો રહ્યો. એનપીએ વધવાના કારણે બેન્કિંગ સેક્ટરે ઇન્ડસ્ટ્રીને ઉધાર આપવાનું બંધ કરી દીધુ હતું. મીડીયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો ક્રેડિટ ગ્રોથ નેગેટિવ થઇ ગયો હતો. લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે પણ આ 1 થી 2.5 ટકા સુધી ઘટી ગયો હતો. ભારતીય અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં ક્રેડિટમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો હતો.
