Not Set/ નાની બચતના વ્યાજદરમાં થઇ શકે છે વધારો, રાહ જુઓ 1લી એપ્રિલની

નવી દિલ્હી, છેલ્લા ૯ મહીનાથી સરકારી બોન્ડ યીલ્ડમાં સતત વધારાના કારણે ૧ એપ્રિલથી શરૂ થઈ રહેલ આગામી ત્રીમાસીક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થઈ શકે છે. ૧ જાન્યુઆરી બાદ ૧૦ વર્ષ માટેના સરકારી બોન્ડની સરેરાશ યીલ્ડ ૭.૫ ટકા રહી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, પબ્લીક પ્રોવિન્ડન્ટ ફંડ (પીપીએફ) અને અન્ય નાની બચત […]

Business
small business investment MANTAVYA NEWS નાની બચતના વ્યાજદરમાં થઇ શકે છે વધારો, રાહ જુઓ 1લી એપ્રિલની
નવી દિલ્હી,
છેલ્લા ૯ મહીનાથી સરકારી બોન્ડ યીલ્ડમાં સતત વધારાના કારણે ૧ એપ્રિલથી શરૂ થઈ રહેલ આગામી ત્રીમાસીક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો થઈ શકે છે. ૧ જાન્યુઆરી બાદ ૧૦ વર્ષ માટેના સરકારી બોન્ડની સરેરાશ યીલ્ડ ૭.૫ ટકા રહી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, પબ્લીક પ્રોવિન્ડન્ટ ફંડ (પીપીએફ) અને અન્ય નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ૦.૧૫ થી ૦.૨૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે.

નાની બચતના વ્યાજદરમાં થઇ શકે છે વધારો, રાહ જુઓ 1લી એપ્રિલની

સુત્રોના જણાવ્યા મુજબ પીપીએફના વ્યાજદર ૧ એપ્રિલથી ૦.૨૫ ટકા વધીને ૭.૭૫ ટકા થઈ શકે છે. જ્યારે સીનિયર સિટીજંસ સેવિંસ સ્કીમના વ્યાજદર ૦.૨૦ ટકાના વધારા સાથે ૮.૫ ટકા થઈ શકે છે. સુકન્યા સમૃદ્ધી યોજનાના વ્યાજદર ૦.૧૫ ટકા વધીને ૮.૨૫ ટકા થઈ શકે છે.

Master નાની બચતના વ્યાજદરમાં થઇ શકે છે વધારો, રાહ જુઓ 1લી એપ્રિલની

આ તમામ યોજનાઓના વ્યાજદરોમાં ગત ડિસેમ્બરે પુર્ણ થયેલ ત્રીમાસિક ગાળામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ગોપીનાથ સમિતીએ ૨૦૧૧માં નાની બચત યોજનાઓને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જાડવાની ભલામણ કરી હતી. તેમનુ કહેવુ હતું કે, નાની બચત યોજનાઓના વ્યાજદર બોન્ડ યીલ્ડની તુલનામાં ૦.૨૫ ટકાથી ૧ ટકા સુધી વધુ હોવા જાઈએ.

Master 1 નાની બચતના વ્યાજદરમાં થઇ શકે છે વધારો, રાહ જુઓ 1લી એપ્રિલની

સમિતિએ આ યોજનાઓના વ્યાજદરમાં દર ૨ વર્ષે સુધારો કરવા માટે સૂચન કર્યુ હતું. પરંતુ સરકારે ૨ વર્ષની જગ્યાએ દર ૩ મહિને વ્યાજદરમાં સુધારો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. નિષ્ણાંતોનુ કહેવુ છે કે ગોપીનાથ સમિતિની ભલામણોનો પુરી રીતે અમલ થયો નથી. ડિસેમ્બર ૨૦૧૭માં નાની બચત યોજનાના વ્યાજદરમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કરાયો હતો.