Not Set/ દેશભરમાં જોવા મળી રહી રહેલા કેશ સંકટની સમાપ્તિને લઇ SBIના ચેરમેને કરી આ સ્પષ્ટતા, જુઓ

દિલ્લી, છેલ્લા કેટલાક સમયથી દેશભરની બેંકોમાં કેશ કરન્સીનું સંકટ જોવા મળી રહ્યું છે. બેંકોના ATM મશીનોમાં કેશ રૂપિયાની ઉણપના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તાજેતરમાં નોટબંધી પાર્ટ-૨ની જેમ લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. આ વચ્ચે દેશની સૌથી મોટી રાષ્ટ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેયરમેન રજનીશ કુમારે આ […]

Business
dfggff દેશભરમાં જોવા મળી રહી રહેલા કેશ સંકટની સમાપ્તિને લઇ SBIના ચેરમેને કરી આ સ્પષ્ટતા, જુઓ

દિલ્લી,

છેલ્લા કેટલાક સમયથી દેશભરની બેંકોમાં કેશ કરન્સીનું સંકટ જોવા મળી રહ્યું છે. બેંકોના ATM મશીનોમાં કેશ રૂપિયાની ઉણપના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તાજેતરમાં નોટબંધી પાર્ટ-૨ની જેમ લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. આ વચ્ચે દેશની સૌથી મોટી રાષ્ટ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેયરમેન રજનીશ કુમારે આ કેસ સંકટને લઇ મોટું નિવેદન આપ્યું છે.

SBIના ચેયરમેન રજનીશ કુમારે જણાવ્યું કે, “દેશના એ રાજ્યોમાં કેશનું સંકટ શુક્રવારે સમાપ્ત થઇ જશે, જ્યાં કેટલાક દિવસોથી ATM ખાલી પડ્યા છે.

તમને જણાવી દઈએ કે, બુધવારે જ SBIના ચેરમેને કહ્યું હતું કે, “કેશ સંકટની સ્તિથી સામાન્ય થવા માટે એક સપ્તાહનો સમય લાગી શકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કેશની કમીની સમસ્યા ખતમ કરવા માટે ત્યાં કરન્સી મોકલવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં એટીએમ ખાલી પડ્યા છે જેમાં મોટી નોટ મુકવામાં આવશે નહિ”.

ગુરુવારે પત્રકારોની સાથેની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું, “દેશમાં કેશની કમીની સમસ્યા વ્યાપક નથી. આ કમી તેલંગાણા અને બિહાર જેવા રાજ્યોમાં સીમિત રહ્યું છે. મને આશા છે કે, શુક્રવાર સુધી આ કેશની કમીનું સમાધાન કરવામાં આવશે. કારણ કે કેસ મોકલવામાં આવી ચુક્યા છે જે આજે સાંજ સુધી એ રાજ્યોમાં પહોચાડી દેવામાં આવશે.

કેશની જમાખોરી કરી રહેલા લોકોને જવાબદાર ઠેરવતા તેઓએ જણાવ્યું, ” રૂપિયા બેન્કની સિસ્ટમમાં આવવાનો અને જવાનો ફલો ચાલુ જ રહેવો જોઈએ. જેથી જયારે લોકો બેંકમાંથી પૈસાનો ઉપાડ કરે તો તેને પાછા જમા પણ કરાવવા પડી શકે છે”.

મહત્વનું છે કે, આ પહેલા નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાના, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં સામાન્યથી વધુ માંગ જોવા મળી હતી. ત્યારબાદ આર્થિક મામલાઓના સચિવ સુભાષ ગર્ગે કહ્યું, “દેશભરમાં આ મહિના પહેલા ૧૨-૧૩ દિવસોમાં જ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ઉપાડ થયો હતો. જયારે સામાન્ય દિવસોમાં પુરા મહિનામાં ૨૦૦૦૦ કરોડ રૂપિયાની માંગ હોય છે.

બીજી બાજુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈને નોટ છાપવામાં વધુ સમય લાગી શકે છે જેથી કેશ સંકટમાંથી બહાર આવવા માટે બે અઠવાડિયાનો સમય લાગી શકે છે.

SBIના રિચર્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, માર્કેટમાં જેટલા પ્રમાણમાં કેશનો ફ્લો હોવો જોઈએ. જેમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાનો હજુ પણ ઘટાડો છે.

અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આ કેશની ડિમાંડ પૂર્ણ કરવા માટે ૭૦ હજાર કરોડ રૂપિયાથી લઇ ૧૦૦૦૦૦ કરોડ રૂપિયા સુધીના નોટ છાપવામાં વધુ સમય લાગી શકે છે. આરબીઆઈ દ્વારા ભલે દાવાઓ કરવામાં આવી રહ્યા હોય પરંતુ પોતે આરબીઆઈની પાસે જ બેન્કોને આપવા માટે પર્યાપ્ત રૂપિયા નથી. એટલા માટે છાપકામમાં વધુ સમય લાગી શકે છે.