Not Set/ ૧ એપ્રિલથી થઇ રહેલા ફેરફારોની અસર તમારા પોકેટ પર કેવી રીતે પડી શકે છે, જુઓ

દિલ્લી, ૧ એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષની શરૂઆત. પરંતુ આ નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેની અસર તમારા પોકેટ પર પડી શકે છે. નાણાકીય વર્ષમાં કરવામાં આવનરા ફેરફારની અસર ગામડાઓથી લઇ શહેરોના નોકરિયાત વર્ગના લોકો સહિતના તમામ વરિષ્ઠ નાગરિકો પર પણ થવાની છે. ૧ એપ્રિલથી શરુ થનારા […]

Business
ghfhhb ૧ એપ્રિલથી થઇ રહેલા ફેરફારોની અસર તમારા પોકેટ પર કેવી રીતે પડી શકે છે, જુઓ

દિલ્લી,

૧ એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષની શરૂઆત. પરંતુ આ નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે જેની અસર તમારા પોકેટ પર પડી શકે છે.

નાણાકીય વર્ષમાં કરવામાં આવનરા ફેરફારની અસર ગામડાઓથી લઇ શહેરોના નોકરિયાત વર્ગના લોકો સહિતના તમામ વરિષ્ઠ નાગરિકો પર પણ થવાની છે.

૧ એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષમાં આ ફેરફારો આવી શકે છે :

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ૧૪ વર્ષના લાંબા સમયગાળા બાદ શેરોના વેચાણ માટેના ૧ લાખ રૂપિયાથી વધુના કેપિટલ ગેન પર ૧૦ ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જયારે આ પહેલા એક વર્ષની અંદર શેરોના વેચાણમાં કેપિટલ ગેન પર ૧૫ ટકા ટેક્સ લાગતો હતો.

૪૦ હજાર રૂપિયાનું ડિડકશન

ઇન્કમટેક્ષ અને સ્લેબ માટે બજેટમાં નોકરિયાત વર્ગના લોકો અને પેન્શનરો માટે ૪૦૦૦૦ રૂપિયાનું ડિડકશનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ સ્લેબના બદલામાં ૧૯,૨૦૦ રૂપિયાનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને ૧૫૦૦૦ રૂપિયા સુધીનો મેડિકલ ખર્ચ પર મળતી છૂટને હટાવવામાં આવી છે. આ કારણે ટેક્સની બચતમાં ઘટાડો થવાની સંભાવના છે.

કોર્પોરેટ ટેક્સ

કોર્પોરેટ ટેક્સના સદર્ભમાં બજેટમાં ૨૫૦ કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક વ્યવસાયવાડી કંપનીઓ માટે ટેક્સની દરો ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવી છે. આ ડાયરામાં ૯૯ ટકા કંપનીઓ આવે છે.

ઉલ્લેખ નીય છે કે, વર્ષ ૨૦૧૫માં નાણામંત્રી અરુણ જેટલી દ્વારા ચાર વર્ષમાં કંપની ટેક્સ જે ૩૦ ટકા હતો તેને ઘટાડીને ૨૫ ટકા કરવાનો વાયદો કર્યો હતો.

સીનીયર સિટીઝન ને આપવામાં આવી રાહત

વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ મુક્ત મર્યાદા નું વ્યાજની સીમા ૫ ગણી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્કમટેક્ષની ધારા ૮૦ D મુજબ, સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કરવામાં આવેલી ચુકવણી અને મેડિકલ ખર્ચ પર ટેક્સ કપાતની મર્યાદા પણ ૩0,000 રૂપિયાથી વધારીને ૫૦૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

 ઇન્કમટેક્ષ

ઇન્કમટેક્ષ પર ૩ ટકાની વધારી ૪ ટકા હેલ્થ અને એજ્યુકેશન સેસ લગાડવામાં આવશે. ત્યારે ટેક્સના સ્લેબની ઇન્કમ ૫ લાખ રૂપિયા હશે. તો ૧૨૫ રૂપિયા અને ૧૫ લાખ રૂપિયાની ટેક્સસ્લેબ ઇન્કમ પર ૨૬૨૫ રૂપિયા વધુ આપવા પડશે.

આ ઉપરાંત ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણકારોને ડિવિડન્ડ પર ૧૦ ટકા ટેક્સ લાગશે.

રોકાણ

પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં રોકાણની સીમા ૭.૫ લાખ થી વધારી ૧૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી આ યોજનામાં જમા રકમ પર ૮ %નું નિશ્ચિત વ્યાજ મળશે.

અ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની એફડી અને RCના ૫૦૦૦૦ રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ-ફ્રી થશે તેમજ સારવાર માટે એક લાખ રૂપિયા સુધીના ખર્ચ પર ટેક્સ છૂટ આપવામાં આવશે.