Not Set/ ડોલર સામે ભારતીય રૂપિયો પહોચ્યો રેકોર્ડ સ્તરે, ૭૦.૮૨ રૂ.નો થયો ૧ ડોલર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય  રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં ગુરુવારે ૨૩ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૭૦.૮૨ ના અત્યારસુધીના એક રેકોર્ડ સ્તર પર પહોચી ગયો છે. Indian #Rupee now at 70.82 versus the US dollar. pic.twitter.com/dxsplu6MB4— ANI (@ANI) August […]

Top Stories Trending Business
596068 rupee thinkstock 072717 ડોલર સામે ભારતીય રૂપિયો પહોચ્યો રેકોર્ડ સ્તરે, ૭૦.૮૨ રૂ.નો થયો ૧ ડોલર

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય  રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં ગુરુવારે ૨૩ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૭૦.૮૨ ના અત્યારસુધીના એક રેકોર્ડ સ્તર પર પહોચી ગયો છે.

આ પહેલા ભારતીય રૂપિયો બુધવાર માર્કેટ બંધ થયેલા ૭૦.૫૯ની તુલનામાં ગુરુવારે મજબૂતી સાથે ખુલ્યો હતો. પરંતુ ત્યારબાદ ટુંક જ સમયમાં રૂપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તર ૭૦.૮૨ પ્રતિ ડોલર સુધી પહોચ્યો છે.

બુધવારે ઇકોનોમિક અફેયર્સના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે, “વિદેશી રોકાણકારોમાં ભારતીય બજારમાં ડોલરના મુકાબલામાં ભારતીય રૂપિયો ૬૮-૭૦ વચ્ચે રહી શકે છે. ૨૦૧૮માં રૂપિયામાં ૧૦ ટકાનો ઘટાડો આવ્યો છે અને એશિયાઈ કરન્સીમાં આ સૌથી ખરાબ સ્થિતિ છે”.

46047182 dollar or indian rupee usd inr currency pair concept ડોલર સામે ભારતીય રૂપિયો પહોચ્યો રેકોર્ડ સ્તરે, ૭૦.૮૨ રૂ.નો થયો ૧ ડોલર
The Indian rupee reached the record level against the dollar, at rupees 70.82 per 1 dollar

ફોરેકસ ડીલરોના જણાવ્યા મુજબ, “રોકાણકારો અને તેલ રીફાઇનરી કંપનીઓની ડોલરની માંગ અને વિદેશી ફંડ કાઢવાના કારણે રૂપિયો દબાણમાં આવી ગયો છે. આ ઉપરાંત વિદેશી બજારોની અન્ય કરન્સીઓની તુલનામાં ડોલરની મજબૂતીથી પણ રૂપિયો પ્રભાવિત થયો છે’.

ડોલરની સામે રૂપિયો પંહોચી શકે છે ૭૧ને પાર

વીપી માર્કેટ એન્ડ કોર્પોરેટ અફેયર્સના એક્ઝીક્યુટીવએ જણાવ્યું, “આંતરરાષ્ટ્રીય સ્તર પર તુર્કીની કરન્સી લીરા અને ચીનની યુઆનના કારણે પણ રૂપિયા પર દબાણ ઉભું થયું છે. આ ઉપરાંત તેઓએ આશંકા વ્યક્ત કરી છે કે, જો આ જ પ્રકારની સ્થિતિ બની રહેશે તો ડોલરની સામે રૂપિયો ૭૧નો આંકડો પણ પાર કરી શકે છે”.

બીજી બાજુ ડોલરની મુકાબલામાં ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાના કારણે ઈમ્પોર્ટ, વિદેશમાં શિક્ષણ અને વિદેશી યાત્રાઓ પણ મોંઘી થઇ જઈ છે. રૂપિયામાં આવેલા રેકોર્ડ ઘટાડાની અસર સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પડી રહી છે.

ક્રુડ ઓઈલની આયાત અંગે વાત કરવામાં આવે તો, ભારત બીજા દેશોમાંથી ૮૦ ટકા જેટલું ક્રુડ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે. ત્યારે હવે ક્રુડ ઓઈલના ભાવ વધવાની સાથે જ દેશમાં તેલ કંપનીઓ દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાઈ રહ્યો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૭૮.૩૦ રૂપિયા જયારે ડીઝલની કિંમત રેકોર્ડ ૬૯.૯૩ પ્રતિ લીટરના ભાવે પહોંચી છે.