Not Set/ ગુજરાત/ ટેકાનાં ભાવે મગફળીનાં પાકની ખરીદી શરૂ, અહી ન આવ્યા એકપણ ખેડૂત, જાણો શું છે કારણ

રાજ્ય સરકાર દ્વારા આજે લાભ પાંચમનાં દિવસે ટેકાનાં ભાવે મગફળીનાં પાકની ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાબરકાંઠામાં પણ આજે ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામા આવી છે. 23124 ખેડૂતો દ્વારા રજીસ્ટેશન કરવામા આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ટેકાનાં ભાવે મગફળી વેચાણ શરુ થઇ ગયુ છે. વહેલી સવારથી ખરીદ કેન્દ્રો […]

Gujarat Others
peanut ગુજરાત/ ટેકાનાં ભાવે મગફળીનાં પાકની ખરીદી શરૂ, અહી ન આવ્યા એકપણ ખેડૂત, જાણો શું છે કારણ

રાજ્ય સરકાર દ્વારા આજે લાભ પાંચમનાં દિવસે ટેકાનાં ભાવે મગફળીનાં પાકની ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાબરકાંઠામાં પણ આજે ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામા આવી છે. 23124 ખેડૂતો દ્વારા રજીસ્ટેશન કરવામા આવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં ટેકાનાં ભાવે મગફળી વેચાણ શરુ થઇ ગયુ છે. વહેલી સવારથી ખરીદ કેન્દ્રો પર મગફળી ભરેલી ટ્રેક્ટરોની લાઇનો લાગી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 11 કેન્દ્ર કાર્યરત થયા છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની ગોઠવણી કરી દેવામા આવી છે. ખરીદી માટે 18 ટીમની રચના કરવામાં આવી છે. જામનગરમાં પણ ટેકાનાં ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પરંતુ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે માહોલ ફિક્કો જોવા મળ્યો હતો.

બીજી તરફ કેશોદ માર્કેટયાર્ડ ખાતે પણ આજે લાભ પાંચમનાં દિવસે ટેકાનાં ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામા આવી છે. કેશોદનાં બંન્ને તાલુકામાંથી 15-15 ખેડૂતોને એસએમએસ કરી બોલાવવામાં આવ્યા હતા, પુરવઠા ગોડાઉન મેનેજર મુકેશભાઇ પટેલે જણાવ્યું કે જે ખેડુતો નથી આવ્યા તેઓને પાછળથી બોલાવવામાં આવશે. પરંતુ મગફળી પલળી ગઇ હોવાથી ખેડૂતો આવ્યા ન હોતા. છેલ્લા 15 દિવસથી કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોની મગફળી પલળી ગઇ હોવાથી મગફળી હજુ તૈયાર ન થઇ હોવાથી માર્કેટયાર્ડ ખાતે અધિકારી અને કર્મચારીઓ બેસી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.