Lifestyle/ વ્રત-ઉપવાસમાં આ 5 વસ્તુઓ ખાવાથી શરીરમાં નહિ થાય ઍનર્જીની કમી,થાક અને અશક્તિ થઇ જશે દૂર, પ્રસ્તુત છે આ હૅલ્ધી વાનગીઓનો રસથાળ…

ડાયેટિશિયન નિષ્ણાતના જણાવ્યાનુસાર, ચોમાસામાં આપણું પાચનતંત્ર પહેલેથી જ નબળું થઇ જાય છે. મંદાગ્નિ ઉપરાંત, સંક્રમણનું જોખમ પણ વધી જતું હોય છે. એવામાં વ્રત-ઉપવાસ રાખવાથી સ્વાસ્થ્ય નકારાત્મક રીતે પ્રભાવિત પણ થઇ શકે છે, પરંતુ જો આપણા આહારમાં યોગ્ય ચીજવસ્તુઓને સામેલ કરીએ તો વ્રત તથા સ્વાસ્થ્યની સંભાળ, બંને સારી રીતે કરી શકાય છે.

Trending Lifestyle

LIFESTYLE: હિન્દુ સનાતન ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શિવભક્તો માટે શ્રાવણનો મહિનો ખૂબ જ વિશેષ હોય છે. આ માસ દરમિયાન, શિવભક્તો શિવમંદિરે જઇને મહાદેવજીને જળ, બિલિપત્ર અને ધતૂરાના પુષ્પો અર્પણ કરે છે. આ સમગ્ર મહિનો શિવજીના ભક્તો શિવઆરાધના કરે છે અને એમના આશીર્વાદ મેળવવા માટે વિધિ-વિધાનપૂર્વક વ્રત તથા પૂજન કરે છે. ડાયેટિશિયન નિષ્ણાતના જણાવ્યાનુસાર, વાસ્તવમાં શ્રાવણની સાથે જ ચાતુર્માસની શરુઆત થતી હોય છે, પણ એ શરુ થાય એ અગાઉથી જ આપણું પાચનતંત્ર નબળું થઇ ગયેલું હોય છે. જઠરના મંદાગ્નિ ઉપરાંત, અન્ય સૂક્ષ્મ જીવોના સંક્રમણનું જોખમ પણ આ ઋતુમાં વધી જતું હોય છે. એવામાં વ્રત-ઉપવાસ રાખવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસરો થઇ શકે છે, પરંતુ જો આહારમાં યોગ્ય ચીજવસ્તુઓને સામેલ કરીએ તો, વ્રત તથા આરોગ્યની સંભાળ, એમ બંને ઉદ્દેશ્યોને આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ.

શ્રાવણ માસમાં આવતા પ્રત્યેક સોમવારે શિવભક્તો વ્રત-ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન લાંબો સમય ભૂખ્યા રહેવું પડતું હોવાથી થાક, કમજોરી અને ડિહાઇડ્રેશન વગેરે સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આ જ કારણે, ઉપવાસ કરતી વખતે આપણે ખાણી-પીણીના મામલે સતર્ક રહીને આપણી તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી પડે છે. આથી જ ઉપવાસ દરમિયાન એવી વસ્તુઓનું સેવન અવશ્ય કરવું જોઇએ કે જે ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ ન હોય પરંતુ શરીરને પણ આખો દિવસ ઊર્જાવાન રાખે!

શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ખાઇ શકાય, એવી કેટલીક હૅલ્ધી વાનગીઓનો રસથાળ અહીં પ્રસ્તુત છે.

મખાના વાળી ખીર

શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન ખાઇ શકાય એવી મખાના વાળી ખીર આપણા સ્વાસ્થ્ય માટે ઘણી જ લાભદાયક છે. મખાનામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. એના સેવનથી કબજિયાતની તકલીફો પણ દૂર થાય છે અને શરીરને ઍનર્જી મળે છે. પ્રોટીન, ફાઇબર અને ખનીજ તત્વોથી ભરપૂર એવા મખાના, એક પૌષ્ટિક આહાર હોવાથી આપણા શરીર માટે એનુ સેવન અત્યંત ફાયદાકારક છે.

ફળ અને ડ્રાય ફ્રુટ્સ

ઉપવાસમાં ફળ અને ડ્રાય ફ્રુટ્સ (સૂકો મેવો) ખાવાના અનેક ફાયદાઓ છે. એ શરીરને ઊર્જા પ્રદાન કરે છે કેવળ એટલું જ નહિં, પરંતુ જરુરી પોષક તત્વોની કમીને પણ પૂરી કરે છે. ઉપવાસ દરમિયાન, ફળ અને ડ્રાય ફ્રુટ્સ લેવાથી તમને શરીરમાં નબળાઇ મહેસૂસ થતી નથી અને આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

સાબુદાણાની ખીર

ઉપવાસમાં સાબુદાણાની ખીર ખાવાના ઘણા ફાયદા છે. એને ખાવાથી શરીરને ત્વરિત ઍનર્જી મળે છે, પાચનમાં સુધાર થાય છે તથા ઉપવાસ દરમિયાન એ ભૂખને નિયંત્રિત કરે છે. સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટની માત્રા ભરપૂર હોવાથી શરીરને શક્તિ મળે છે. ઉપવાસ દરમિયાન, જ્યારે તમારે આખો દિવસ ભોજન વિના રહેવાનું હોય, ત્યારે સાબુદાણાનું સેવન કરવું ઘણું જ લાભદાયક સાબિત થાય છે.

શિંગોડાના લોટના ભજીયા

ઉપવાસ દરમિયાન ખાવામાં આવતા શિંગોડાના લોટના ભજીયા, જેને બફવડા પણ કહે છે, એ એક અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી વાનગી છે. ફાઇબર, પ્રોટીન અને અન્ય પૌષ્ટિક તત્વોથી ભરપૂર એવા આ ભજીયા આપણા સ્વાસ્થ્યને ઘણો લાભ આપે છે. આ જે લોટમાંથી બને છે એ ગ્લુટન-ફ્રી હોવાથી તથા એમાં ફાઇબર, પ્રોટીન તથા મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

રાજગરાની પૂરી અને દહીં

રાજગરો તથા દહીં, બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. રાજગરો પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જ્યારે દહીં પ્રોબાયોટિક હોવાથી પાચનક્રિયાને સુધારે છે. આ ઉપરાંત, આપણા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ દહીંનું સેવન કરવું ઉત્તમ ગણાય છે. ઉપવાસ દરમિયાન, રાજગરાની પૂરી અને દહીંનું સંયોજન શરીર માટે અત્યંત લાભદાયક સિદ્ધ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક