BZ GROUP Scam/ BZ કૌભાંડના કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર કાયદાનો સંકજો, 14 દિવસના રિમાન્ડની કરાશે રજૂઆત

ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવી લોકોને એક કા ડબલના સપના બતાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની CID ક્રાઈમ ગઈકાલે ધરપકડ કરી.

Top Stories Gujarat Others

BZ Group Scam News: ગુજરાત (Gujarat)માં પોન્ઝી સ્કીમ ચલાવી લોકોને એક કા ડબલના સપના બતાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasingh Zala)ની CID ક્રાઈમ ગઈકાલે ધરપકડ કરી. ગત શુક્રવારના રોજ કૌભાંડી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ બાદ મોટા ખુલાસા થયા. ઝાલા મહેસાણા પાસે આવેલ દવાડા ગામ (Dwada Village)માં એક રાજકીય પાર્ટીના નેતાના ફાર્મહાઉસમાં રોકાયો હતો તેવી બાતમી મળતા જ પોલીસે દબોચ્યો.

GUJARAT : ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવા CID ક્રાઈમે વેશ પલટો કરી ઓપરેશન પાર પાડયું - CN24NEWS

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની CID દ્વારા સઘન પૂછપરછ કરાતા વધુ ચોંકાવનારી હકીકત સામે આવી. પૂછપરછમાં જાણવા મળ્યું કે ભૂપેન્દ્ર ઝાલાની પ્રેમિકા એક PI છે. આ હકીકત સામે આવતા જ ઝાલાની મંગેતરને પણ પૂછપરછ માટે લાવવામાં આવી. ઝાલાએ કબૂલાત કરી કે તે મહિલા મહિલા PI સાથે લગ્ન કરવાનો છે. આગામી એપ્રિલ-મે મહિનામાં મહિલા પીઆઈ અને ઝાલા લગ્ન કરવાની યોજના બનાવતા હતા. ઝાલાની પ્રેમિકા મહિલા PI હાલ ભાવનગરમાં ફરજ બજાવતી હોવાની જાણકારી મળી. ઝાલાની મંગેતરને દોઢેક માસ અગાઉ જ પ્રમોશન મળતા તે ભાવનગરમાં પીઆઈ તરીકે જોડાઈ.

ઝાલાની ધરપકડ થતાં જ મહિલા PI ગાંધીનગર પહોંચી હતી. અને CIDના અધિકારીઓ મારફતે ઝાલાને મળવાનો પ્રયાસ કર્યો હતો. અને મોડી રાત સુધી ઝાલાની મંગેતર મહિલા PI ગાંધીનગર રોકાયા હતા. ઝાલાની પ્રેમિકા મહિલા PI મહેસાણાના વિસનગરની રહેવાસી છે. મહિલા પીઆઈ સાબરકાંઠા, અરવલ્લીમાં ફરજ દરમિયાન ઝાલાના સંપર્કમાં આવ્યા. મહિલા પીઆઈ ઝાલાના ભાઈની અટકાયત સમયે પણ ગાંધીનગર પહોંચ્યા હતા.

GUJARAT : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને CID ક્રાઈમે દબોચ્યો, થયો મોટો ખુલાસો - CN24NEWS

કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાને મહેસાણાા (Mehsana)ના એક ફાર્મહાઉસમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ પર 10 દિવસ રોકાયો હતો. દવાડામાં આવેલ ફાર્મહાઉસ કોંગ્રેસના સંબંધી કિરણસિંહનું છે. CID ક્રાઈમની કૌભાંડની તપાસમાં આ બાતમી મળતા જ છેલ્લા 4 દિવસથી મહેસાણામાં વોચ ગોઠવી હતી. 4 દિવસ દરમ્યાન CID ક્રાઈમે અનેકવાર વેશ પલટો પણ કર્યો. CID ક્રાઈમે વેશ પલટો કરી ઝાલાની સાથે કિરણસિંહને દબચ્યો. કિરણસિંહનો સંપર્ક ભુપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતો. અને
કિરણસિંહના સંપર્કે CIDને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોચાડયો.

પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, આગોતરા જામીન અરજી કરી

CIDની પ્રાથમિક પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ ખુલાસાઓ કર્યા. અટકાયત બાદ ઝાલાની પૂછપરછ કરતાં CID ક્રાઈમને વધુ માહિતી મળી. મહાઠગ ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું. તેમજ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બગલામુખી દર્શન કર્યા પછી રાજસ્થાન અને MPમાં ફરતો હતો. અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારો કર્યાની કૌભાંડીએ કબુલાત કરી. જો કે આ કૌભાંડમાં બીજા કોણ-કોણ સંડોવાયેલા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. CIDની તપાસમાં હજુ પણ ઝાલા સહકાર ન આપતો હોવાની માહિતી સામે આવી. BZ કૌભાંડ કિંગને ક્રાઈમ પોલીસે દબોચી લેતા હોસ્પિટલમાં તેનું મેડિકલ કરાવ્યું. સ્વાસ્થ્ય તપાસ બાદ સ્પેશિયલ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા