Not Set/ વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષને થઇ રહી છે શંકા, આ નેતાઓએ કર્યો કટાક્ષ

કાનપુર પોલીસનાં આઠ પોલીસકર્મીની હત્યાનાં મુખ્ય આરોપી વિકાસ દુબેને ગુરુવારે આ ઘટનાનાં એક અઠવાડિયા પછી મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે એક અઠવાડિયાથી પોલીસથી છુપાઇને ફરતો હતો. ગુરુવારે તે ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલ મંદિર પહોંચ્યો હતો. અહીં તેની એક ગ્રાડ દ્વારા ઓળખ કરવામાં આવી હતી, જે બાદ ઉજ્જૈન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે […]

India
3a9c3b7ad5df8e82ed170b0f24aa9b04 વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષને થઇ રહી છે શંકા, આ નેતાઓએ કર્યો કટાક્ષ
3a9c3b7ad5df8e82ed170b0f24aa9b04 વિકાસ દુબેની ધરપકડ પર વિપક્ષને થઇ રહી છે શંકા, આ નેતાઓએ કર્યો કટાક્ષ

કાનપુર પોલીસનાં આઠ પોલીસકર્મીની હત્યાનાં મુખ્ય આરોપી વિકાસ દુબેને ગુરુવારે આ ઘટનાનાં એક અઠવાડિયા પછી મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે એક અઠવાડિયાથી પોલીસથી છુપાઇને ફરતો હતો. ગુરુવારે તે ઉજ્જૈનનાં પ્રખ્યાત મહાકાલ મંદિર પહોંચ્યો હતો. અહીં તેની એક ગ્રાડ દ્વારા ઓળખ કરવામાં આવી હતી, જે બાદ ઉજ્જૈન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિકાસ દુબેની ધરપકડ કરી હતી. પરંતુ બીજા રાજ્યમાં દુબેની આ અચાનક ધરપકડ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. વિપક્ષનાં ઘણા નેતાઓએ આ ધરપકડ પર સવાલો ઉભા કર્યા છે. ઘણા નેતાઓએ તેમની ધરપકડને પૂર્વ-આયોજિત શરણાગતિ ગણાવી ટ્વીટ કર્યુ છે.

યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ દુબેની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક ટ્વીટમાં પૂછ્યું છે કે, આ શરણાગતિ છે કે ધરપકડ? તેમણે ટ્વિટ કરીને લખ્યું, ‘સમાચાર આવી રહ્યા છે કેકાનપુર-કાંડ નો મુખ્ય ગુનેગાર પોલીસ કસ્ટડીમાં છે. જો આ સાચું છે તો સરકારે આ શરણાગતિ છે કે ધરપકડ છે તે સ્પષ્ટ કરવું જોઈએ. તેના મોબાઈલની સીડીઆર પણ સાર્વજનિક કરે જેથી સાચી મિલીભગતનો ભાંડોફોડી શકાય.