Not Set/ વિકાસ દુબેએ ઝડપાવા મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને તેમાં પણ મહાકાલનું મંદિર જ કેમ પસંદ કર્યુ ?

ઉત્તર પ્રદેશ પોલીસ માટે સૌથી કુખ્યાત અને વોન્ટેડ ગુનેગાર બની ગયેલા વિકાસ દુબે આખરે કાયદાની પકડમાં આવી ગયા છે. 8 પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસને ગુરુવારે નાટકીય રીતે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મહાકાલ મંદિરમાં, તેમણે પોતે જ તેમની ઓળખ જાહેર કરી – હું વિકાસ દુબે છું, કાનપુરવાળા. પોલીસ ગુનેગાર કે જેની શોધ દિલ્હી, હરિયાણા, યુપીના કઠોર […]

Uncategorized
8cd55af4831bed473490398c28460fc2 વિકાસ દુબેએ ઝડપાવા મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને તેમાં પણ મહાકાલનું મંદિર જ કેમ પસંદ કર્યુ ?
8cd55af4831bed473490398c28460fc2 વિકાસ દુબેએ ઝડપાવા મધ્યપ્રદેશનું ઉજ્જૈન અને તેમાં પણ મહાકાલનું મંદિર જ કેમ પસંદ કર્યુ ?

ઉત્તર પ્રદેશ પોલીસ માટે સૌથી કુખ્યાત અને વોન્ટેડ ગુનેગાર બની ગયેલા વિકાસ દુબે આખરે કાયદાની પકડમાં આવી ગયા છે. 8 પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસને ગુરુવારે નાટકીય રીતે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મહાકાલ મંદિરમાં, તેમણે પોતે જ તેમની ઓળખ જાહેર કરી – હું વિકાસ દુબે છું, કાનપુરવાળા. પોલીસ ગુનેગાર કે જેની શોધ દિલ્હી, હરિયાણા, યુપીના કઠોર વિસ્તારોથી પડોશી દેશ નેપાળ સુધી થઈ રહી હતી, ત્યારે જ્યાં શંકાની સોય ન જાય તે સ્થળે તે મળી આવ્યો હતો. ઘણા પ્રશ્નો હજી બાકી છે જેનો પોલીસે જવાબ નથી આપ્યો. તે કેવી રીતે એક અઠવાડિયા સુધી કાયદાના હાથમાંથી છટકીને આબાદ ફરતો રહ્યો અને ફરીદાબાદની હોટલમાંથી આબાદ પલાયન થઇ આશરે 800 કિમી દૂર ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ દુબેને પકડવાની કાર્યવાહીમાં પોલીસને સાબાસી આપી છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું, ‘અમારી પોલીસ કોઈને બક્ષતી નથી. અમારી પોલીસે તેને પકડી પાડ્યો હતો. જો કે મીડિયા કેમેરામાં કેદ કરાયેલા ફૂટેજ બતાવે છે કે જ્યારે પોલીસ તેને તેમના કોલર દ્વારા લઈ જાય છે ત્યારે ‘હું વિકાસ દુબે છું, કાનપુર વાલા’ એમ બૂમ પાડીને તે તેની ઓળખ પ્રગટ કરે છે. 

એવું માનવામાં આવે છે કે વિકાસ દુબે એન્કાઉન્ટરના ડરથી શરણાગતિ માટે સલામત સ્થળની શોધમાં હતા. બુધવારે સાંજે સમાચાર આવ્યા કે તે પોતાની જાતને નોઈડાના ફિલ્મ સિટીના એક ટીવી સ્ટુડિયોમાં આત્મસમર્પણ કરશે. ત્યારબાદ ફિલ્મ સિટીમાં પોલીસની તહેનાત વધારી દેવામાં આવી હતી. દરમિયાન ગુરુવારે સવારે કાનપુર અને ઇટાવાહમાં તેના બે સાથી પ્રભાત અને બૌન દુબેનું એન્કાઉન્ટર કરાયુ હતુ. બુધવારે તેનો શાર્પ શૂટર અમર પણ આવી જ રીતે સમાપ્ત થયો. આ પહેલા શુક્રવારે તેના બે સાથીઓ પ્રકાશ પાંડે અને અતુલ દુબેનું પોલીસે એન્કાઉન્ટક કર્યુ હતું.

મધ્યપ્રદેશ પોલીસ ગુપ્તચર અહેવાલના આધારે વિકાસ દુબેની ધરપકડનો દાવો કરી રહી છે પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર ખુદ વિકાસ દુબેએ મંદિર પરિસરમાં ઘણા લોકોને પોતાની ઓળખ જાહેર કરી હતી. છેવટે, જે વ્યક્તિ પોલીસને એક અઠવાડિયા સુધી ચકમો આપે છે તે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં કેમ જશે? તેણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો? શું તે વ્યક્તિ ઘણા ગુનાઓમાં સામેલ હતો, માટે પૂજાના હેતુસર મંદિરમાં ગયો હતો? 

યુપી પોલીસના ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે, આ સંપૂર્ણ ઇરાદાપૂર્વકની શરણાગતિ છે. જો તે હજી પોલીસથી છુપાતો હોત તો તેણે મંદિર પરિસરમાં માસ્ક કેમ ન પહેર્યુ ? તે જાણતો હતો કે જો તે આ રીતે જ ચાલત  અને પોલીસનો સામનો કરવાનો પ્રયાસશે તો તેની પણ તેના સાથીનું જે રીતે  એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે રીતે એન્કાઉન્ટર થાત. તેથી તેણે મંદિર જેવું સ્થાન પસંદ કર્યું.

ઉલ્લેખનીય છે કે, દુબે સામે પોલીસકર્મીઓની હત્યા સહિત 60 કેસ નોંધાયેલા છે. કાનપુરના બીકરુ ગામમાં પોલીસ કર્મચારીઓની હત્યા કર્યા બાદ તે 3 જુલાઈથી ફરાર હતો. યોગી સરકારે દુબેના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews