Not Set/ ગેંગસ્ટર વિકાસ દુબેનાં પરિવાર પર તવાઈ, પત્નિ અને દિકરાની પોલીસે કરી અટકાયત

ગુરુવારે સવારે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ બાદ તેની પત્ની અને પુત્રને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશેષ ટાસ્ક ફોર્સ (એસટીએફ) તેમને પૂછપરછ માટે લઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, વિકાસની પત્ની અને પુત્ર લખનઉનાં કૃષ્ણનગર વિસ્તારમાં તેમના ઘર નજીક પાણી ભરેલા […]

India
1751ffd2d06bfffb05598ff9ad233312 1 ગેંગસ્ટર વિકાસ દુબેનાં પરિવાર પર તવાઈ, પત્નિ અને દિકરાની પોલીસે કરી અટકાયત

ગુરુવારે સવારે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ બાદ તેની પત્ની અને પુત્રને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશેષ ટાસ્ક ફોર્સ (એસટીએફ) તેમને પૂછપરછ માટે લઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, વિકાસની પત્ની અને પુત્ર લખનઉનાં કૃષ્ણનગર વિસ્તારમાં તેમના ઘર નજીક પાણી ભરેલા પ્લોટમાં ઉભા હતા, જ્યાંથી પોલીસે તેઓને ઝડપી લીધા હતા.

આપને જણાવી દઈએ કે, કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપી વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી છે. તે ઉજ્જૈનનાં મહાકાલ મંદિકરમાં દર્શન કરવા ગયો હતો, જ્યારે ત્યાંના ગાર્ડે તેને ઓળખી લીધો. જે બાદ ત્યાંની પોલીસ એક્શનમાં આવી અને તેને ત્યાં જ પકડી લેવામાં આવ્યો હતો. વિકાસ દુબેને સાંજનાં સમયે યુપી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ની એક ટીમ ગુરુવારે ઉજ્જૈન પહોંચી હતી અને વિકાસ દુબેને પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસ અધિકારીએ કહ્યું, “દુબેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસ ટીમ તેને રોડ માર્ગથી ઉત્તર પ્રદેશ લઈ ગઇ છે. આ પહેલા મધ્યપ્રદેશનાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે દુબે સાથે તેના બે સાથીઓ બીટ્ટુ અને સુરેશની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.