Not Set/ મહારાષ્ટ્રનાં રાજભવનમાં પહોંચ્યો કોરોના, સેલ્ફ આઈસોલેશનમાં ગવર્નર

રાજ ભવનનાં 18 કર્મચારીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ રાજ્યનાં ગવર્નર ભગતસિંહ કોશિયારીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે, મહારાષ્ટ્રનાં રાજ ભવનમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજભવન ખાતેનાં કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો હોવાનું જણાતા ચકચાર મચી ગઈ હતી. રાજભવનમાં કોઈપણ બાહ્ય વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે […]

India
4b2be7588d9849382c34a90ab78bba30 1 મહારાષ્ટ્રનાં રાજભવનમાં પહોંચ્યો કોરોના, સેલ્ફ આઈસોલેશનમાં ગવર્નર

રાજ ભવનનાં 18 કર્મચારીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ રાજ્યનાં ગવર્નર ભગતસિંહ કોશિયારીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે, મહારાષ્ટ્રનાં રાજ ભવનમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે રાજભવન ખાતેનાં કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો હોવાનું જણાતા ચકચાર મચી ગઈ હતી. રાજભવનમાં કોઈપણ બાહ્ય વ્યક્તિનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈપણ બેઠક અને કામ આગળનાં આદેશ સુધી મુલતવી રાખવામાં આવ્યા છે.

મીડિયા સુત્રોનાં જણાવ્યા અનુસાર રાજભવનમાં પહેલીવાર જુનિયર એન્જિનિયર પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તમામ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમા 18 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો, ચેપનાં કેસ નોંધાયા બાદ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રીનાં સમયે સદીનાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો, બંનેને હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. .

દેશમાં કોરોનાનો તાડંવ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં છેલ્લા આંકડાની વાત કરીએ તો ભારતમાં કોરોનાનાં કુલ કેસ અત્યાર સુધીમાં 8,20,916 નોંધાયા છે. તેમાંથી 2,83,407 સક્રિય કેસ છે જ્યારે 5,15,386 લોકો ચેપ મુક્ત બન્યા છે. દેશમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 22,123 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 27,114 નવા કેસ નોંધાયા છે અને 519 લોકોનાં મોત નીપજ્યાં છે, મુંબઈ કોરોના ચેપનાં મામલામાં ટોચનાં સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.