Not Set/ ‘હમે તો અપનોને લૂંટા ગૈરો મૈં કહા દમ થા’ – કોંગ્રેસની કહાની?

  રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય તણાવ હજુ પણ ચાલી રહ્યો છે. આ જ કારણ છે કે રાજસ્થાનની રાજકીય લિપિ પણ મધ્યપ્રદેશની જેમ લખાઈ રહી હતી. સચિન પાયલોટે, તેમના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માર્ગ પર ચાલતા સમયે, બળવાનો ધ્વજ ઉંચો કર્યો હતો, પરંતુ તેઓ સિંધિયા જેવી રાજકીય હિંમત બતાવી શક્યા નહીં. આના […]

India
ac1db0e7270bbde635895a1da9eefbba 1 'હમે તો અપનોને લૂંટા ગૈરો મૈં કહા દમ થા' - કોંગ્રેસની કહાની?

 

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય તણાવ હજુ પણ ચાલી રહ્યો છે. આ જ કારણ છે કે રાજસ્થાનની રાજકીય લિપિ પણ મધ્યપ્રદેશની જેમ લખાઈ રહી હતી. સચિન પાયલોટે, તેમના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માર્ગ પર ચાલતા સમયે, બળવાનો ધ્વજ ઉંચો કર્યો હતો, પરંતુ તેઓ સિંધિયા જેવી રાજકીય હિંમત બતાવી શક્યા નહીં. આના પરિણામે, રાજકીય લડાઇનાં પ્રથમ તબક્કામાં, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધારાસભ્યોનું સમર્થન બતાવતા, હવે તેમની સરકાર ઉપર દેખાઇ રહેલુ જોખમ ટળી ગયુ છે.

મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા કમલનાથ-દિગ્વિજયથી નારાજ હોવાથી તેમણે માત્ર પક્ષ જ નહી પણ સત્તાને પણ પલટી દીધી હતી. વળી સચિન પાયલોટ રાજસ્થાનમાં અશોક ગેહલોતને ન તો સત્તાથી કાઠી શક્યા અને ન તો તેમના સમર્થકોને એક કરીને કોઈ રાજકીય નિર્ણય લઈ શક્યા. રાજસ્થાનનું ચિત્ર મધ્યપ્રદેશથી એકદમ અલગ છે. સૌથી મોટો તફાવત ગણિતમાં જોવા મળે છે, જે ન તો ભાજપનાં પક્ષમાં લાગે છે કે ન તો તે સચિન પાયલોટ માટે યોગ્ય દેખાઇ રહ્યુ છે. આજે કોગ્રેસની સ્થિતિ એવી બની છે કે, ક્યારે અને કયા ધારાસભ્ય પક્ષ પલટીને અન્ય પક્ષમાં જતો રહે તે કહી શકાય તેમ નથી. ત્યારે કોંગ્રેસ માટે દેશમાં વિપક્ષની ભૂમિકા યોગ્ય રીતે, મજબૂતી સાથે ભજવવી થોડી મુશ્કેલ બની છે. કોંગ્રેસ ઉપર આજે બોલિવૂડની ફિલ્મનો એક ડાયલોગ એકદમ ફીટ બેસે છે, હમે તો અપનોને લૂંટા ગૈરો મૈૈં કહા દમ થા.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ 2018 માં અશોક ગેહલોતને અવગણ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હોવાથી તે નારાજ હતા. નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપીને પ્રદેશ અધ્યક્ષ સાથે તેમની અજમાયશ કરવામાં આવી હતી. તેમ છતા, ગેહલોત અને પાયલોટ વચ્ચે રાજકીય પ્રભુત્વ ચાલુ રહ્યું, જે હવે સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.