Not Set/ અમદાવાદ : વાડજના PSI વિરૂદ્ધ મહિલાના બળજબરી કર્યાનો આક્ષેપ

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના PSI મિશ્રા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એક મહિલાએ  PSI વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ PSI પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. વાડજ વિસ્તારમાં જ રહેતી મહીલાએ બે પીએસઆઇ વિરુદ્ધ હોટલમાં બોલાવીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપો મૂક્તા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલા […]

Ahmedabad Gujarat
8c18cb32446cd026ddfcc7ab67f59694 અમદાવાદ : વાડજના PSI વિરૂદ્ધ મહિલાના બળજબરી કર્યાનો આક્ષેપ
8c18cb32446cd026ddfcc7ab67f59694 અમદાવાદ : વાડજના PSI વિરૂદ્ધ મહિલાના બળજબરી કર્યાનો આક્ષેપ

અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના PSI મિશ્રા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એક મહિલાએ  PSI વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ PSI પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

વાડજ વિસ્તારમાં જ રહેતી મહીલાએ બે પીએસઆઇ વિરુદ્ધ હોટલમાં બોલાવીને જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવાનો આક્ષેપો મૂક્તા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિલા પોતાના પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવા આવી હતી. જોકે આ દરમિયાન મહીલાને હોટલમાં બોલાવી હોવાની વાત ચર્ચાઇ રહી છે. હોટલમાં મહિલા સાથે PSIએ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જો આ અંગે પોલીસ ફરીયાદ થઈ તો પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. છતાય મહિલાએ આ બનાવ અંગે કમીશ્નર ઓફીસમાં જાણ કરી હતી. તો બીજી તરફ મહિલાની ફરિયાદ બાદ PSI સામે ગુનો દાખલ કરીને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.