Not Set/ અમુક લોકો આવા સમયે પણ જોઇ રહ્યા છે ફાયદો, નવ ગણા વધુ ભાવમાં વેચાઇ રહી છે રેમેડેસિવીર

  કેટલાક લોકો મોટા ફાયદાનાં ચક્કરમાં ભૂલી જાય છે કે આ કેવો સમય ચાલી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કહેર છે, ત્યારે આવા સમયે પણ અમુક લોકો દવાને લઇને કાળા બજારી કરી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર અમુક ફાર્મા સપ્લાઇ ચેઇન જીવનરક્ષક દવાઓની જમાખોરી કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં રૂપિયા બનાવી રહ્યા […]

India
7c2c02e60f41594028ba05b8e93e557d 1 અમુક લોકો આવા સમયે પણ જોઇ રહ્યા છે ફાયદો, નવ ગણા વધુ ભાવમાં વેચાઇ રહી છે રેમેડેસિવીર

 

કેટલાક લોકો મોટા ફાયદાનાં ચક્કરમાં ભૂલી જાય છે કે આ કેવો સમય ચાલી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કહેર છે, ત્યારે આવા સમયે પણ અમુક લોકો દવાને લઇને કાળા બજારી કરી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર અમુક ફાર્મા સપ્લાઇ ચેઇન જીવનરક્ષક દવાઓની જમાખોરી કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં રૂપિયા બનાવી રહ્યા છે.

અમેરિકન કંપની ગિલિડ સાયન્સિસ દ્વારા બનાવવામાં આવેલ રેમેડેસિવીર, ગંભીર રીતે બીમાર કોરોનાવાયરસ દર્દીઓ માટે આશાની એક કિરણ બની છે. આ દવા ક્લિનિકલ ટ્રાયલ્સમાં રિકવરીનાં સમયને ઘટાડવા માટે સાબિત થઈ છે. ગિલિયડે ભારતમાં દવાનાં જેનેરિક સંસ્કરણો બનાવવા માટે ઘણા ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને લાઇસન્સ આપ્યુ છે. એક ગુપ્ત તપાસમાં ખુલાસો થયો છે કે જે લોકોને જીવીત રાખવા માટે રેમેડેસિવીરની જરૂર હોય છે, થઇ શકે છે તેઓની દવાઓ સુધી પહોંચ શક્ય ન બને. તેનું કારણ કાળા બજારમાં તેની ખૂબ ઉંચી કિંમત છે.

દિલ્હીના સાકેત નજીકનાં જે.કે.એમ. ફાર્મસીમાં વસીમ નામનાં વિક્રેતાએ 45,૦૦૦ રૂપિયામાં દવાની બોટલ ઓફર કરી હતી. એક તપાસકર્તા ટીમે જાણ્યું કે, એક બોટલ દવાની સત્તાવાર કિંમત 5,400 રૂપિયા છે. સરકારે રેમેડેસિવીરની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે અને તેના ઓવર-ધ-કાઉન્ટર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ વસીમે દવાનો સ્ટોક હોવાનો દાવો કર્યો હતો અને એમઆરપી કરતા તેનો ભાવ નવ ગણો હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ દર્દીને સામાન્ય રીતે પાંચ દિવસ માટે રેમેડેસિવીરની છ શીશીઓની જરૂરિયાત હોય તેવુ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.