Not Set/ હોસ્પિટલ સ્ટાફને પૈસા ન આપ્યા તો બાળક પાસેથી ખેચાવ્યું સ્ટ્રેચર

  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દેવરિયા જિલ્લાની હોસ્પિટલમાં દર્દીઓ સાથે નાની–નાની સુવિધાઓ માટે પૈસા લેવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વીડિયોમાં છ વર્ષનો નિર્દોષ બાળક સ્ટ્રેચર લઈને દર્દીને લઈ જતા જોવા મળે છે. નિર્દોષનાં નાના આ સ્ટ્રેચર પર છે. દેવરિયાનાં બરહજ વિસ્તારનાં ગૌરા ગામનો રહેવાસી છેદી યાદવ ગત દિવસોમાં મારા-મારીનીએ એક ઘટનામાં […]

India
e56e9cd4dfad1b3bc02e0bcfef10e321 હોસ્પિટલ સ્ટાફને પૈસા ન આપ્યા તો બાળક પાસેથી ખેચાવ્યું સ્ટ્રેચર
e56e9cd4dfad1b3bc02e0bcfef10e321 હોસ્પિટલ સ્ટાફને પૈસા ન આપ્યા તો બાળક પાસેથી ખેચાવ્યું સ્ટ્રેચર

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દેવરિયા જિલ્લાની હોસ્પિટલમાં દર્દીઓ સાથે નાનીનાની સુવિધાઓ માટે પૈસા લેવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વીડિયોમાં છ વર્ષનો નિર્દોષ બાળક સ્ટ્રેચર લઈને દર્દીને લઈ જતા જોવા મળે છે. નિર્દોષનાં નાના આ સ્ટ્રેચર પર છે.

દેવરિયાનાં બરહજ વિસ્તારનાં ગૌરા ગામનો રહેવાસી છેદી યાદવ ગત દિવસોમાં મારા-મારીનીએ એક ઘટનામાં ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. તેમને દેવરિયા જિલ્લા હોસ્પિટલનાં સર્જિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેદી યાદવની પુત્રી બિંદુએ જણાવ્યું કે, તે ત્રણ ચાર દિવસથી તેના પિતા સાથે જિલ્લા હોસ્પિટલમાં છે. અહીં તેમને ડ્રેસિંગ માટે વચ્ચે-વચ્ચે ડ્રેસિંગ રૂમમાં લઈ જવા પડે છે. બિંદુ દેવીએ જણાવ્યું કે, હોસ્પિટલનો સ્ટાફ દર વખતે સ્ટ્રેચર માટે 30 રૂપિયા માંગે છે.

પરિવારની સ્થિતિ વારંવાર આટલા પૈસા ચૂકવી શકે તેવી નથી જેથી તેમને ના કહી દેવામાં આવી હતી. આ સમયે હોસ્પિટલનાં સ્ટાફે છેદી યાદવને ડ્રેસિંગ માટે લઇ જવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે, જો 30 રૂપિયા આપવાના ન હોય તો દર્દીને જાતે જ ડ્રેસિંગ રૂમમાં લઇ જવા પડશે. ત્યારબાદ બિંદુ દેવી, તેના છ વર્ષનાં બાળક શિવમ યાદવની મદદથી પિતાને ડ્રેસિંગ રૂમમાં લઈ ગઈ હતી. દરમિયાન કોઈએ વીડિયો બનાવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

સ્ટ્રેચર ચલાવતા છ વર્ષનાં છોકરાનો વીડિયો જિલ્લા હોસ્પિટલમાં વાયરલ થયો છે. આ ઘટના બાદ અધિકારીઓનું વલણ બદલાઇ ગયુ છે. સી.એમ.એસ. ડો. છોટેલાલે જણાવ્યું હતું કે, તેમને આ ઘટનાની જાણકારી નથી. જાણવા મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જો કે અહી નવાઇની વાત એ છે કે એક એવો સમય જ્યારે માનવતા ખરા અર્થમાં સાબિત કરવાનો સમય છે ત્યારે આવા વીડિયો માનવતા પર મોટો સવાલ ઉભો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.