Not Set/ કોરોનાકાળમાં છટણીનો દૌર યથાવત, હવે ‘Indigo’ તેના 10 ટકા કર્મચારીઓને કરશે છૂટા

  દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ મહામારી સામે લડવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ છટણીઓમાં હવે વધુ ઉમેરો થયો છે. જી હા, હવે એરલાઇન કંપની ઇન્ડિગોએ પણ પોતાનો સ્ટાફ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે […]

India

 

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ મહામારી સામે લડવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આ છટણીઓમાં હવે વધુ ઉમેરો થયો છે. જી હા, હવે એરલાઇન કંપની ઇન્ડિગોએ પણ પોતાનો સ્ટાફ ઓછો કરવાનો નિર્ણય કર્યો છે.

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે એરલાઇન કંપની ઇન્ડિગો તેના 10 % કર્મચારીઓને છૂટા કરશે. ઈન્ડિગોનાં સીઈઓએ આ અંગે માહિતી આપી હતી. ઈન્ડિગોનાં સીઈઓ રોંજય દત્તાએ કહ્યું હતું કે, “એરલાઇન તેના 10 ટકા કર્મચારીઓને છૂટા કરશે.” ઈન્ડિગોનાં સીઈઓ રોંજય દત્તાએ કહ્યું કે, “વર્તમાન રોગચાળાને કારણે વિશ્વભરનાં ઘણા ઉદ્યોગોને અસર થઈ છે, જ્યારે ઉડ્ડયન એ સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક છે.”

આ મહિનાની શરૂઆતમાં, ઇન્ડિગોએ 2020 નાં અંત સુધીમાં ડોકટરો અને નર્સોને હવાઇ ભાડા પર 25 ટકાની છૂટની જાહેરાત કરી હતી, કારણ કે વૈશ્વિક રોગચાળા સામે લડવામાં તેઓ મોખરે કામ કરી રહ્યા છે. એરલાઇને કહ્યું, “નર્સ અને ડોકટરોએ તેમની ઓળખનાં પુરાવા રૂપે ચેક-ઇન કરતી વખતે હોસ્પિટલની માન્ય આઈડી બતાવવાની રહેશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.