Not Set/ આવી રહ્યા છે રાફેલ આંબાલા એરફોર્સ સ્ટેશન પર, 29 જૂલાઇએ IAF માં થઇ શકે છે સામેલ

  પાંચ રાફેલ લડાકુ વિમાનોની પહેલી બેચ 29 જુલાઈએ ભારતીય વાયુસેનામાં સામેલ થવાની સંભાવના છે. આ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે આ વિમાનોના સમાવેશ સાથે સંબંધિત અંતિમ સમારોહ ઓગસ્ટના બીજા પખવાડિયામાં યોજાશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુ સેનાના પાંચ રાફેલ વિમાનોની પ્રથમ ખેપ જુલાઈના અંત સુધીમાં ભારત પહોંચશે.  આ પાંચ […]

Uncategorized
112f8f996e82e3f9b707200ec3603281 આવી રહ્યા છે રાફેલ આંબાલા એરફોર્સ સ્ટેશન પર, 29 જૂલાઇએ IAF માં થઇ શકે છે સામેલ
112f8f996e82e3f9b707200ec3603281 આવી રહ્યા છે રાફેલ આંબાલા એરફોર્સ સ્ટેશન પર, 29 જૂલાઇએ IAF માં થઇ શકે છે સામેલ 

પાંચ રાફેલ લડાકુ વિમાનોની પહેલી બેચ 29 જુલાઈએ ભારતીય વાયુસેનામાં સામેલ થવાની સંભાવના છે. આ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે આ વિમાનોના સમાવેશ સાથે સંબંધિત અંતિમ સમારોહ ઓગસ્ટના બીજા પખવાડિયામાં યોજાશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુ સેનાના પાંચ રાફેલ વિમાનોની પ્રથમ ખેપ જુલાઈના અંત સુધીમાં ભારત પહોંચશે. 

આ પાંચ વિમાનને 29 જુલાઈએ અંબાલા એરફોર્સ સ્ટેશન પર સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, એરફોર્સના એર ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂ સભ્યોએ વિમાન સાથે સંબંધિત તાલીમ મેળવી છે, જેમાં અદ્યતન શસ્ત્ર પ્રણાલીનો સમાવેશ થાય છે અને હવે તે સંપૂર્ણ રીતે કાર્યરત છે. વિમાન આવ્યા પછીના પ્રયત્નો, શક્ય તેટલી ઝડપથી વિમાનના સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન સાથેના વિવાદના પગલે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય વાયુસેના તેની ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે રફાલ લડાકુ વિમાનો પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી સંભાવના છે. ભારતીય વાયુસેનાએ એક અલગ નિવેદનમાં જણાવ્યું છે કે, સેનાના ઉચ્ચ કમાન્ડર બુધવારથી શરૂ થનારી ત્રણ દિવસીય સંમેલનમાં વર્તમાન કામગીરી અને તહેનાતીની સમિક્ષા કરશે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, આગામી દાયકામાં ભારતીય વાયુસેનાની કાર્યકારી ક્ષમતા વધારવાની ક્રિયા યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાફેલ વિમાનોના આગમન પછી, એરફોર્સની લડાઇ ક્ષમતામાં વધુ વધારો થશે. સપ્ટેમ્બર 2016 માં ભારતે ફ્રાન્સ સાથે લગભગ 58 હજાર કરોડમાં 36 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે આંતર-સરકારી કરાર કર્યો હતો. આ 36 રાફેલ વિમાનોમાંથી 30 ફાઇટર એરક્રાફ્ટ અને છ પ્રશિક્ષણ વિમાન હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews