Not Set/ કોરોના સંકટ/ મધ્ય પ્રદેશના CM  શિવરાજ સિંહ ચૌહાણનો રીપોર્ટ આવ્યો પોઝિટીવ

દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડની મોટી હસ્તીઓ આ વાયરસની ચપેટમાં આવી ચુકી છે. એટલું જ રાજકીય નેતાઓ પણ કોરોના મહામારીના સંક્રમણમાં અવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય નેતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પછી મુખ્યમંત્રીએ કહ્યું કે, હું કોરોના માર્ગદર્શિકાને સંપૂર્ણ રીતે […]

Uncategorized
a0a0e8499db39e27278be9a22b129b5c કોરોના સંકટ/ મધ્ય પ્રદેશના CM  શિવરાજ સિંહ ચૌહાણનો રીપોર્ટ આવ્યો પોઝિટીવ
a0a0e8499db39e27278be9a22b129b5c કોરોના સંકટ/ મધ્ય પ્રદેશના CM  શિવરાજ સિંહ ચૌહાણનો રીપોર્ટ આવ્યો પોઝિટીવ

દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. સામાન્ય લોકોથી લઈને બોલીવૂડની મોટી હસ્તીઓ આ વાયરસની ચપેટમાં આવી ચુકી છે. એટલું જ રાજકીય નેતાઓ પણ કોરોના મહામારીના સંક્રમણમાં અવી રહ્યા છે. ત્યારે વધુ એક રાજકીય નેતા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પછી મુખ્યમંત્રીએ કહ્યું કે, હું કોરોના માર્ગદર્શિકાને સંપૂર્ણ રીતે અનુસરી રહ્યો છું. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ તેમનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લેવી જોઈએ. અગાઉ તેમના મંત્રી અરવિંદ ભાદોરીયા કોરોના પોઝિટિવ થયા હતા, આ સાથે તેમના સ્ટાફના કેટલાક લોકો પણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું કે હું કોરોના પોઝિટિવ થયો છું. હું મારા બધા સાથીઓને અપીલ કરું છું કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમણે તેમનું કોરોના ટેસ્ટ કરાવવું જોઈએ. મારા નજીકના સંપર્કો સાથે ક્વોરેન્ટાઇન પર જતા રહો. હું સંપૂર્ણ રીતે કોરોના માર્ગદર્શિકા લાઇનને અનુસરી રહ્યો છું. ડોક્ટરની સલાહ મુજબ, હું પોતાને ક્વોરેન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. હું મારા રાજ્યના લોકોને સાવચેત રહેવા અપીલ કરું છું, થોડી બેદરકારીથી કોરોનાને આમંત્રણ આપે છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.