કોંગ્રેસ પહેલેથી જ મોંઘવારી, ચીન અને કોરોના વાયરસને લઈને મોદી સરકાર પર હુમલો કરી રહી છે. રાજસ્થાનમાં હવે રાજકીય સંકટ સાથે કોંગ્રેસે ભાજપ અને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ આ માટે એક અભિયાન શરૂ કર્યું છે. જેને #SpeakUpForDemocracy નામ આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ કરેલા એક ટ્વીટમાં લોકોએ આ મુદ્દે સમર્થન માંગ્યું છે.
રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી એક મિનિટની વીડિયોમાં રાજસ્થાનમાં રાજકીય સંકટ વિશે લોકોને જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વીડિયોમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનની જનતાએ 2018 નાં અંતમાં કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ ભાજપ ત્યાં લોકશાહીની હત્યા કરી રહી છે. સાથોસાથ ગેહલોત સરકારને પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે હવે લોકશાહીની સુરક્ષા માટે લોકોનો ટેકો માંગ્યો છે. વીડિયો પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે “ચાલો આપણે #SpeakUpForDemocracy માં એક થઈએ અને લોકશાહીની રક્ષા માટે અવાજ ઉઠાવીએ.”
आइए #SpeakUpForDemocracy में एकजुट होकर लोकतंत्र की रक्षा के लिए आवाज़ उठायें। pic.twitter.com/7v1UiOGGZj
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020
