Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 50 હજાર જેટલા નોંધાયા કેસ

  દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. સતત ત્રીજા દિવસે લગભગ 50 હજાર કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 49,931 નવા કેસ નોંધાયા છે. જે બાદ કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14,35,453 પર પહોંચી ગઈ છે. આપને […]

India
e4cec07de34c3b9217c0535ce49aed3f #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 50 હજાર જેટલા નોંધાયા કેસ
e4cec07de34c3b9217c0535ce49aed3f #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 50 હજાર જેટલા નોંધાયા કેસ 

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે. સતત ત્રીજા દિવસે લગભગ 50 હજાર કેસ નોંધાયા છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14 લાખને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 49,931 નવા કેસ નોંધાયા છે. જે બાદ કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14,35,453 પર પહોંચી ગઈ છે.

આપને જણાવી દઇએ કે, દેશમાં 4,85,114 કેસ એક્ટિવ છે. વળી મૃતકો વિશે વાત કરીએ, તો છેલ્લા 24 કલાકમાં 708 લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 32,771 થઈ ગઈ છે. જણાવી દઇએ કે, કોવિડ-19 માંથી સ્વસ્થ થયા લોકોની સંખ્યામાં હવે વધારો થયો છે, અત્યાર સુધીમાં કુલ 9,17,568 લોકો આ ખતરનાક વાયરસને હરાવી શક્યા છે. જો કે, પોઝિટિવિટી રેટમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. જે હવે 9.68 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે રિકવરી રેટમાં પણ થોડો વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરનાં આંકડામાં, તે 63.92 એટલે કે લગભગ 64 ટકા સુધી પહોંચી ગયું છે.