Not Set/ સત્તા સંઘર્ષમાં વ્યસ્ત ગહલોતે, રાજસ્થાનની કથળતી કાનૂન વ્યવસ્થાથી કર્યા આંખ આડા કાન : શેખાવત

  કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસ સત્તાની લડતમાં વ્યસ્ત  છે. રાજ્યના મુખ્ય પ્રધાન રાજસ્થાનની કથળતી કડો અને વ્યવસ્થા તરફ આંખ આડા કાન કર્યા છે. શેખાવતે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અપરાધની યાદી સોશિયલ મીડિયા પર પોસ્ટ […]

India
 

કેન્દ્રીય જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસ સત્તાની લડતમાં વ્યસ્ત  છે. રાજ્યના મુખ્ય પ્રધાન રાજસ્થાનની કથળતી કડો અને વ્યવસ્થા તરફ આંખ આડા કાન કર્યા છે.

શેખાવતે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અપરાધની યાદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં અલવરમાં માઇનિંગ માફિયાઓ દ્વારા સરહદ હોમગાર્ડ્સની ટ્રેક્ટર ચઢાવી ને હત્યા કરવામાં આવી છે. જ્યારે  ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો અને વિધવા પર બળાત્કાર અને જૌલોરના ચિતલવાના પોલીસ સ્ટેશનમાં હુમલાની ઘટનામાં પોલીસ જવાન ઘવાયા છે. તો ઝાલાવાડમાં પોલીસ કસ્ટડીમાં એક યુવકનું મોત, જોધપુરમાં લાખો રૂપિયાની રોકડ અને દાગીનાની લૂંટ જેવા સંગીન અપરાધ રાજ્યમાં બની રહ્યા છે. શેખાવતે કહ્યું કે મુખ્ય પ્રધાન ગેહલોત કૃપા કરીને તેમની સરકારને ફાઇવ સ્ટાર હોટલમાંથી બહારકાઢે અને અને સચિવાલયમાં જાહેર સેવા માટે લાવે .  તેમણે ટીકા કરતા કહ્યું કે મુખ્ય પ્રધાન ગેહલોત તમને કાયદો અને વ્યવસ્થાની પણ નોંધ લેવા વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.