Not Set/ રાજસ્થાન વિધાનસભા સ્પીકરને સચિન પાયલોટે કઇંક આવી રીતે આપી જન્મ દિવસની શુભકામનાઓ

  રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન, 29 જુલાઈ એટલે કે આજે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીનો જન્મદિવસ છે. જેને લઇને સચિન પાયલોટે વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશીને તેમના જન્મ દિવસે અભિનંદન પાઠવ્યા હતા. સચિન પાયલોટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, “રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીજીને જન્મદિવસની શુભકામનાઓ.” હું ભગવાનને તમારા […]

India
 

રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. દરમિયાન, 29 જુલાઈ એટલે કે આજે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીનો જન્મદિવસ છે. જેને લઇને સચિન પાયલોટે વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશીને તેમના જન્મ દિવસે અભિનંદન પાઠવ્યા હતા.

સચિન પાયલોટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, “રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી. જોશીજીને જન્મદિવસની શુભકામનાઓ.” હું ભગવાનને તમારા ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રર્થના કરું છું.વળી રાજસ્થાનનાં રાજકીય મુદ્દાઓ વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રાને 31 જુલાઈથી વિધાનસભા સત્ર બોલાવવા માટે એક નવી દરખાસ્ત મોકલી છે. સત્રને બોલાવવા રાજ્યપાલ દ્વારા જણાવેલ 3 શરતોને પૂર્ણ કરવા સરકારનાં જવાબનો પ્રસ્તાવમાં સમાવેશ થાય છે.