Not Set/ #Lockdown/ દેશમાં ગુટખા, દારૂ અનેે તમાકુનાં વેચાણ પર રહેશે પાબંદી

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અમુક જ દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયનાં જણાવ્યા મુજબ, દેશભરમાં દારૂની દુકાનો આગામી આદેશો સુધી બંધ રહેશે. આ સિવાય તમાકુ અને ગુટખાનાં વેચાણ પર પ્રતિબંધ પહેલાની જેમ જ ચાલુ રહેશે. આપને જણાવી દઇએ કે, કોરોના ચેપને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ જાહેરમાં થૂંકવા […]

India
6fed79704bf02fb88d91befc339dd6e7 #Lockdown/ દેશમાં ગુટખા, દારૂ અનેે તમાકુનાં વેચાણ પર રહેશે પાબંદી
6fed79704bf02fb88d91befc339dd6e7 #Lockdown/ દેશમાં ગુટખા, દારૂ અનેે તમાકુનાં વેચાણ પર રહેશે પાબંદી

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અમુક જ દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયનાં જણાવ્યા મુજબ, દેશભરમાં દારૂની દુકાનો આગામી આદેશો સુધી બંધ રહેશે. આ સિવાય તમાકુ અને ગુટખાનાં વેચાણ પર પ્રતિબંધ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

આપને જણાવી દઇએ કે, કોરોના ચેપને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 25 માર્ચથી જારી થયેલ લોકડાઉનને આજે એક મહિનો થઈ ગયો છે. આ સાથે સમગ્ર દેશમાં દારૂનાં વેચાણ પર પ્રતિબંધ ચાલુ છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દારૂ, તમાકુ અને ગુટખાનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ ચાલુ રહેશે.

ગૃહમંત્રાલયે શુક્રવારે મોડી રાત્રીએ એક આદેશમાં જણાવ્યું છે કે, 25 એપ્રિલથી દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ શોપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર કરાવેલ તથા નગર નિગમ અને નગર પાલિકા વિસ્તારોમાં હાજર રહેણાંક પરિસરો અને ગલી મહોલ્લાની દુકાનોની સાથે સ્ટેન્ડ અલોન દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.