Not Set/ કોરોનાએ શીખવ્યું છે કે આપણે કેવી રીતે આત્મનિર્ભર થઇ શકીએ : જનરલ બિપિન રાવત

સમગ્ર દેશ કોરોના વાયરસ સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. વાયરસ દરેક વિસ્તારમાં પહોંચી રહ્યો છે અને હવે તો ભારતીય સેનાનાં જવાનોને પણ તે ચેપગ્રસ્ત કરી ચુક્યો છે. ત્યારે કોરોના સંકટ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતે કહ્યું કે, સૈન્ય તરીકે અમે કોરોના સામે લડવાની અમારી જવાબદારી માનીએ છીએ. અમે સુનિશ્ચિત કર્યું છે […]

India
19a14456564251cf143c395c812f2496 1 કોરોનાએ શીખવ્યું છે કે આપણે કેવી રીતે આત્મનિર્ભર થઇ શકીએ : જનરલ બિપિન રાવત
19a14456564251cf143c395c812f2496 1 કોરોનાએ શીખવ્યું છે કે આપણે કેવી રીતે આત્મનિર્ભર થઇ શકીએ : જનરલ બિપિન રાવત

સમગ્ર દેશ કોરોના વાયરસ સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. વાયરસ દરેક વિસ્તારમાં પહોંચી રહ્યો છે અને હવે તો ભારતીય સેનાનાં જવાનોને પણ તે ચેપગ્રસ્ત કરી ચુક્યો છે. ત્યારે કોરોના સંકટ વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતે કહ્યું કે, સૈન્ય તરીકે અમે કોરોના સામે લડવાની અમારી જવાબદારી માનીએ છીએ. અમે સુનિશ્ચિત કર્યું છે કે, અમારા બધા સૈનિકો સલામત છે, જો અમારા જવાન, સેલર, એરમેન કોરોનાથી સંક્રમિત થયા તો અમે લોકોને કેવી રીતે મદદ કરીશું. કોરોનાએ સેનાનાં ત્રણેય ભાગોને અસર કરી છે, પરંતુ તે ખૂબ મર્યાદિત સંખ્યા છે. શિસ્ત અને ધૈર્યથી અમને આ રોગને રોકવામાં મદદ મળી છે.

જનરલ રાવતે કહ્યું કે, અનેક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેને આપણે અનુસરવાની જરૂર છે. ધૈર્ય અને શિસ્ત આપણને કોરોના સામેની લડતમાં મદદ કરશે. મને એમ કહીને ખૂબ જ આનંદ થાય છે કે અમારા લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, તેથી જો કોઈને ચેપ લાગ્યો હોય, તો અમે ખાતરી કરી શકીશું કે તે વાયરસ અન્ય લોકોમાં ફેલાય નહીં. આ સમયે અમે શસ્ત્રો, સાધનો અને દારૂગોળા વગેરે આયાત કરીએ છીએ. પરંતુ જો આપણે આ કામ ઉદ્યોગને આપી શકીએ અને તેમને સંશોધન ક્ષેત્રે કાર્ય કરવા દઈએ, તો આપણે આપણા દેશમાં શસ્ત્રો બનાવવાનું શરૂ કરી શકીએ છીએ.

જનરલ રાવતે કહ્યું કે, કોરોના સંકટ દરમિયાન વૈજ્ઞાનિક અને તબીબી સંશોધનનાં લોકો નવા સંશોધન સાથે આવ્યા છે, જેનાથી મેડિકલની ચીજો તૈયાર થઈ રહી છે અને અમે તેને વિદેશમાં નિકાસ કરી રહ્યા છીએ. તે જબરદસ્ત છે. અમને જે પણ બજેટ આપવામાં આવ્યું છે, તે હેઠળ અમારે કોઈપણ પ્રકારનાં નકામા ખર્ચની બચત કરવી પડશે. અમે ત્રણેય સૈન્યની સૈન્ય સજ્જતામાં કોઈ મોટી ખામી જોઇ નથી. અમે કોઈપણ પ્રકારની જવાબદારી લેવા તૈયાર છીએ. ભારતમાં, અમે પ્રાદેશિક બળ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે અન્ય લોકોની પણ મદદ કરવી પડશે. કોરોનાએ અમને શીખવ્યું છે કે આપણે કેવી રીતે આત્મનિર્ભર થવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.