Not Set/ દિલ્હીમાં મોટા પાયે થયા બદલી બઢતીના ઓર્ડરો; ગુજરાત કેડરના 4 અધિકારીઓને મળી મહત્વની જવાબદારી

કોરોનાનાં તરખાટ વચ્ચે લાંબા સમય બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. .જી હા દિલ્હીમાંથી મોટા પાયે અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો થયા હોવાની વિગતો સામે આવી રહી છે. આ બદલીમાં ગુજરાતનાં પણ કેટલાક અધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના 4 અધિકારીઓને દિલ્હીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો સામે […]

India

કોરોનાનાં તરખાટ વચ્ચે લાંબા સમય બાદ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. .જી હા દિલ્હીમાંથી મોટા પાયે અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો થયા હોવાની વિગતો સામે આવી રહી છે. આ બદલીમાં ગુજરાતનાં પણ કેટલાક અધિકારીઓનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના 4 અધિકારીઓને દિલ્હીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.

IAS અનિતા કરવલને સેક્રેટરી એજ્યુકેશનનો વધારાનો ચાર્જ સોંપાયો છે. શ્રીમતી અનિતા કરવલ હાલ CBSE બોર્ડના ચેરમેન છે. સાથે સાથે PMOમાં સેક્રેટરી અરવિંદ શર્માને પણ મોટી જવાબદારી સોંપાઇ છે. અરવિંદ શર્માને સેક્રેટરી MSMEની જવાબદારી સોંપવામાં આવી છે. આર.પી ગુપ્તાને પણ મહત્વનો પોર્ટફોલીયો સોંપાયો છે. આર.પી. ગુપ્તા પર્યાવરણ અને જંગલ વિભાગના સેક્રેટરી બન્યા છે. બિધુત સ્વૈનને પણ મહત્વની જવાબદારી સોંપાઇ હોઇ બિધુત સ્વૈનને કોમર્સ ઇન્ડિ.વિભાગના સ્પેશિયલ સેક્રેટરીની જવાબદારી સંભાળશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન