જમ્મુ-કાશ્મીરનાં કુલગામનાં લોવરમુંડા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામ ઉત્તર કાશ્મીરમાં આવે છે અને હાલમાં તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. કાશ્મીર ઝોનની પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ પહેલા શનિવારે જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર થયું હતું અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં અવંતિપોરા ખાતે થયો હતો. અવંતિપોરા એન્કાઉન્ટરમાં બે આતંકવાદી અને તેનો એક સાથી માર્યા ગયા હતા. ભૂતકાળમાં સુરક્ષા દળોએ અંસાર ગજવાત-ઉલ-હિંદનાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારે આ એન્કાઉન્ટર થયું છે. શનિવારે પુલવામાનાં અવંતિપોરામાં સુરક્ષાદળોને આતંકવાદીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પછી, સુરક્ષા દળોએ અહીં એક સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થયું હતું.
J&K: Encounter underway b/w security forces&terrorists in Lowermunda, Kulgam; 3 terrorists are reportedly trapped, firing underway: CRPF
(The visual tweeted earlier was from Kulgam’s Gudder area where 4 terrorists have been neutralised in an ongoing operation) pic.twitter.com/7RrxNQvP56— ANI (@ANI) April 27, 2020
આ એન્કાઉન્ટર અવંતિપોરાનાં ગોરીપોરામાં થયો હતો. આ સ્થાન શોપિયાંની બાજુમાં છે અને બુધવારે શોપિયાંમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ અંસાર ગજવાત-અલ-હિંદ સંગઠન સાથે સંકળાયેલા હતા. શોપિયાં એન્કાઉન્ટરમાં આ સંગઠનનો ટોચનો કમાન્ડર પણ માર્યો ગયો હતો. જમ્મુ-કાશ્મીરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલુ છે અને આ દરમિયાન એક પછી એક એન્કાઉન્ટર થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
