Not Set/ #CoronaEpidemic/ PM મોદીએ દેશની આર્થિક સ્થિતિને સુધારવા મેદાનમાં ઉતાર્યા તેમના બે ખાસ અધિકારી

કોરોના વાયરસ સંકટને કારણે દેશની અર્થવ્યવસ્થાને એક મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં મોદી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓને આ મુશ્કેલીનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નજીકનાં વરિષ્ઠ અધિકારીને પીએમઓમાંથી હટાવવામાં આવ્યા છે અને હવે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વરિષ્ઠ આઈએએસ […]

India
131a50dcc041ab99163c3fd932211a55 #CoronaEpidemic/ PM મોદીએ દેશની આર્થિક સ્થિતિને સુધારવા મેદાનમાં ઉતાર્યા તેમના બે ખાસ અધિકારી
131a50dcc041ab99163c3fd932211a55 #CoronaEpidemic/ PM મોદીએ દેશની આર્થિક સ્થિતિને સુધારવા મેદાનમાં ઉતાર્યા તેમના બે ખાસ અધિકારી

કોરોના વાયરસ સંકટને કારણે દેશની અર્થવ્યવસ્થાને એક મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં મોદી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓને આ મુશ્કેલીનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નજીકનાં વરિષ્ઠ અધિકારીને પીએમઓમાંથી હટાવવામાં આવ્યા છે અને હવે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એકે શર્મા અને તરુણ બજાજને પીએમઓમાંથી હટાવવામાં આવ્યા છે અને નોંધપાત્ર આર્થિક જવાબદારી આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, બજાજ 1988 ની બેચનાં હરિયાણા કેડરનાં અધિકારી છે, તેઓની નાણાં મંત્રાલયમાં અર્થશાસ્ત્ર બાબતોનાં વિભાગનાં સચિવનાં પદ પર નિમણૂક કરવામાં આવી છે. તે 30 એપ્રિલથી અતનુ ચક્રવર્તીનું પદ સંભાળશે. જણાવી દઇએ કે, બજાજને પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે પોસ્ટ કરાયા હતા. અરૂણ શર્મા 1988 ની બેચનાં ગુજરાત કેડરનાં આઈએએસ અધિકારી છે. તેઓ પીએમઓમાં એડિશનલ સેક્રેટરીનાં પદે પોસ્ટ થયા હતા, તેમને હવે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇજીસનાં સચિવ તરીકે તૈનાત કરાયા છે. તે 30 એપ્રિલથી અરુણ કુમાર પાંડાની જગ્યા લેશે.

રવિવારે એસીસીની મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ સાથે, નવા અધિકારીઓને કોરોના કેસો સાથે કામ કરવા માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ પ્રીતિ સુડાનનાં કાર્યકાળમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઇઅ કે, તે 30 એપ્રિલનાં રોજ નિવૃત્ત થયા હતા. સુધાંશુ પાંડેને કેન્દ્રીય ખાદ્ય સચિવ, પ્રદીપકુમાર ત્રિપાઠીને સ્ટીલ સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.