Not Set/ #Covid19/ દેશનાં બે ઔધોગિક રાજ્ય ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાનાં 41 ટકા દર્દીઓ

ભારતમાં કોરોના વાયરસનાં હુમલાનો પ્રથમ રાઉન્ડ દક્ષિણ ભારતનાં કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભલે શરૂ થયો હોય, પરંતુ પશ્ચિમ ભારતનાં બે મોટા રાજ્યો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભારતમાં કોરોના દર્દીઓમાં એકલા 41 ટકા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઉત્તર ભારતનાં છ મોટા રાજ્યોનાં લગભગ સમાન દર્દીઓ […]

India
fddb245ec9dcb58f9d98eb97eecbff71 3 #Covid19/ દેશનાં બે ઔધોગિક રાજ્ય ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાનાં 41 ટકા દર્દીઓ
fddb245ec9dcb58f9d98eb97eecbff71 3 #Covid19/ દેશનાં બે ઔધોગિક રાજ્ય ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાનાં 41 ટકા દર્દીઓ

ભારતમાં કોરોના વાયરસનાં હુમલાનો પ્રથમ રાઉન્ડ દક્ષિણ ભારતનાં કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ભલે શરૂ થયો હોય, પરંતુ પશ્ચિમ ભારતનાં બે મોટા રાજ્યો, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. ભારતમાં કોરોના દર્દીઓમાં એકલા 41 ટકા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઉત્તર ભારતનાં છ મોટા રાજ્યોનાં લગભગ સમાન દર્દીઓ એકલા મહારાષ્ટ્રમાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓ 11,369 પર પહોંચી ગયા છે. તેમાંથી 8,068 દર્દીઓ મહારાષ્ટ્રમાં અને 3,301 ગુજરાતમાં છે. ગુજરાતમાં પહેલો કેસ 19 માર્ચે થયો હતો, જ્યારે દેશનો પહેલો કેસ કેરળમાં 30 જાન્યુઆરી,એ થયો હતો, જેને અઢી મહિના થઇ ચુક્યા હતા, પરંતુ ત્યારબાદથી લોકડાઉનનાં 40 દિવસમાં જ તેના કેસ 99 ટકા જેટલા વધી ગયા છે.

યુપી, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને હરિયાણા એ ઉત્તર ભારતમાં છ સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે, જેમાં 8,૦88 કેસ છે. 30 કરોડની જનસંખ્યા ધરાવતા ત્રણ રાજ્યો રાજસ્થાન, દિલ્હીમાં દર્દીઓની સંખ્યા બે-બે હજાર પાર છે અને યુપી પણ નજીક જ છે. યુપી, રાજસ્થાન, પંજાબમાં એવું કોઈ શહેર નથી જ્યાં 30 ટકાથી વધુ કેસ હોય. બંગાળ, બિહાર અને ઝારખંડ દેશનાં પૂર્વી ભાગમાં સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ રાજ્યો છે, જેમાંથી બંગાળ ચિંતાનું કારણ છે. ત્યાં પહેલો કેસ 18 માર્ચે લોકડાઉનનાં થોડા દિવસો પહેલા આવ્યો હતો, પરંતુ 40 દિવસમાં આ સંખ્યા વધીને 611 થઈ ગઈ છે. કેન્દ્ર ત્યાં લોકડાઉનનાં નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતિત છે.

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે દેશનાં 85 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં કોરોનાનો નવો કેસ સામે આવ્યો નથી. એવા 16 જિલ્લાઓ છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોઈ નવો દર્દી મળી આવ્યો નથી. કેટલાક જિલ્લાઓ એવા પણ મળી આવ્યા છે જ્યાં 28 દિવસ પછી નવા કેસ સામે આવ્યા છે. આમાં યુપીમાં પીલીભીત અને પંજાબમાં એસબીએસ નગર સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, સરકારી યાદીમાં લખીસરાય, ગોદિયા અને દાવણગેરે ત્રણ જિલ્લા છે જેમાં છેલ્લા 28 દિવસથી કોઈ નવા કેસ સામે આવ્યા નથી. ચેપગ્રસ્ત લોકોની સંખ્યાની વિગતો આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં કોવિડથી ઠીક થતા દરમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. આ દર વધીને 22.17 ટકા થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.