Not Set/ #Lockdwon/ અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા 200થી 300 લોકો, પોલીસ પર કર્યો હુમલો

આરોગ્ય વિભાગની ટીમ અને સુરક્ષા કર્મચારીઓને કોરોના વાયરસનાં ચેપનો ફેલાવો અટકાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ અને ડૉક્ટરોની ટીમોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. હરિયાણાનાં અંબાલામાં પોલીસ ટીમ ફરી એકવાર લોકોનાં હુમલાનો ભોગ બની છે. જણાવી દઇએ કે, અહીં શંકાસ્પદ કોરોના દર્દીની મૃત્યુ બાદ, જ્યારે તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં […]

India
032c4ea7764bcbac0df1ee90f3e55fa7 #Lockdwon/ અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા 200થી 300 લોકો, પોલીસ પર કર્યો હુમલો
032c4ea7764bcbac0df1ee90f3e55fa7 #Lockdwon/ અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા 200થી 300 લોકો, પોલીસ પર કર્યો હુમલો

આરોગ્ય વિભાગની ટીમ અને સુરક્ષા કર્મચારીઓને કોરોના વાયરસનાં ચેપનો ફેલાવો અટકાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ અને ડૉક્ટરોની ટીમોને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. હરિયાણાનાં અંબાલામાં પોલીસ ટીમ ફરી એકવાર લોકોનાં હુમલાનો ભોગ બની છે. જણાવી દઇએ કે, અહીં શંકાસ્પદ કોરોના દર્દીની મૃત્યુ બાદ, જ્યારે તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા હતા અને તેનો વિરોધ શરૂ કર્યો હતો. એટલું જ નહીં પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

અંબાલાનાં ડીએસપી રામ કુમારે જણાવ્યું કે, જ્યાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ જવામાં આવ્યો હતો તે જગ્યા ફક્ત કોરોના ચેપગ્રસ્ત અથવા શંકાસ્પદ કોરોના મૃતકનાં અંતિમ સંસ્કાર માટે ચિહ્નિત કરવામાં આવી છે. જ્યારે ડેડબોડી અહીં લઈ જવામાં આવી ત્યારે 200-400 લોકો ભેગા થયા અને તેનો વિરોધ શરૂ કર્યો. આ લોકોએ અહીં લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું, પોલીસ અને ડૉક્ટરોની ટીમે પણ હુમલો કર્યો હતો. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે, વૃદ્ધ મહિલાનું મૃત્યુ કોરોના વાયરસથી થયું હોવાની આશંકા હતી, ત્યારબાદ તેના મૃતદેહને અંબાલાનાં ચાંદપુર વિસ્તારમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.