Not Set/ લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ માટે આવ્યા Good News, હવે તેઓ…

કેન્દ્ર સરકારે દેશમાં જુદા જુદા સ્થળોએ ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુંઓને મૂવમેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. મૂવમેન્ટ સુનિશ્ચિત કરવા રાજ્યોએ પ્રોટોકોલનું પાલન કરતા એક બીજાનો સંપર્ક કરવો આવશ્યક છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ હવે દરેક રાજ્ય અન્ય રાજ્યમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી શકશે અને ત્યાં ફસાયેલા અન્ય રાજ્યોનાં નાગરિકોને મોકલી […]

India
ce8dc936d2fabb72864da33698940c02 લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ માટે આવ્યા Good News, હવે તેઓ...
ce8dc936d2fabb72864da33698940c02 લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ માટે આવ્યા Good News, હવે તેઓ...

કેન્દ્ર સરકારે દેશમાં જુદા જુદા સ્થળોએ ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુંઓને મૂવમેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. મૂવમેન્ટ સુનિશ્ચિત કરવા રાજ્યોએ પ્રોટોકોલનું પાલન કરતા એક બીજાનો સંપર્ક કરવો આવશ્યક છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ હવે દરેક રાજ્ય અન્ય રાજ્યમાં ફસાયેલા પોતાના નાગરિકોને પરત લાવી શકશે અને ત્યાં ફસાયેલા અન્ય રાજ્યોનાં નાગરિકોને મોકલી શકશે.

7894cf1b8a0870a4ec001b9b6b09b40d લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ માટે આવ્યા Good News, હવે તેઓ...

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાનવા રાજ્યમાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવા અને તેમના પોતાના નાગરિકોને અન્યત્રથી લાવવા માટે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તૈયાર કરવા જોઈએ. બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોની માંગને પગલે ગૃહ મંત્રાલયે જુદા જુદા સ્થળોએ ફસાયેલા પરપ્રાંતિય મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની મૂવમેન્ટ માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે.

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ કાર્ય માટે નોડલ સત્તાવાળાઓને નામાંકિત કરશે અને ત્યારબાદ આ અધિકારીઓ અહીં ફસાયેલા લોકોની નોંધણી કરશો.

જે રાજ્યો વચ્ચે લોકોની મૂવમેન્ટ થવાની છે, ત્યાંના અધિકારીઓ એક બીજાનો સંપર્ક કરશે અને માર્ગ દ્વારા લોકોની અવરજવરને સુનિશ્ચિત કરશે.

જેમને તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે તેમણે તેમના ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

જેઓ તેમના ઘરે જવા માંગે છે તેમનુ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો તેમને કોવિડ-19 નાં કોઈ લક્ષણો ન દેખાય તો તેમને જવાની મંજૂરી આપવામાં આવશે.

ea8137630b94359a284eba3d6285cac9 લોકડાઉનમાં ફસાયેલા મજૂરો, વિદ્યાર્થીઓ માટે આવ્યા Good News, હવે તેઓ...

પોતાના ગૃહ રાજ્યમાં પહોંચી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવુ પડશે

લોકોની અવરજવર માટે બસોનો ઉપયોગ કરી શકાય છે. બસોને સેનેટાઇઝ કર્યા બાદ, લોકો સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરશે. કોઈ પણ રાજ્ય આ બસોને તેની સીમામાં પ્રવેશતા અટકાવશે નહીં.

આ લોકો ગંતવ્ય પર પહોંચ્યા પછી સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. તેઓએ હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. જો જરૂરી હોય તો તેઓને હોસ્પિટલો/આરોગ્ય કેન્દ્રોમાં પણ દાખલ કરી શકાય છે. તેમની સમયાંતરે તપાસ પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.