Not Set/ #UP/ CM યોગીની પ્રવાસી મજૂર-કામદારોને અપીલ, ધૈર્ય બનાવી રાખો જલ્દી જ…

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિવિધ રાજ્યોમાં ફસાયેલા કામદારો અને મજૂરોને હાલમાં જ્યાં છે તે સ્થળે રહેવા અને ધૈર્ય બતાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટ કર્યું છે કે, બધા પરપ્રાંતિય કામદારો અને મજૂરો, ભાઈ-બહેનોને અપીલ છે કે તમે સહુએ અત્યાર સુધી જે ધીરજ બતાવી છે તે જાળવી રાખો, પગપાળા ન ચાલો, રાજ્યમાં જ્યાં તમે રહો […]

India
0f9dd9fd607d1a5c7848d2f8ac1f5f4c #UP/ CM યોગીની પ્રવાસી મજૂર-કામદારોને અપીલ, ધૈર્ય બનાવી રાખો જલ્દી જ...
0f9dd9fd607d1a5c7848d2f8ac1f5f4c #UP/ CM યોગીની પ્રવાસી મજૂર-કામદારોને અપીલ, ધૈર્ય બનાવી રાખો જલ્દી જ...

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિવિધ રાજ્યોમાં ફસાયેલા કામદારો અને મજૂરોને હાલમાં જ્યાં છે તે સ્થળે રહેવા અને ધૈર્ય બતાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ ટિ્‌વટ કર્યું છે કે, બધા પરપ્રાંતિય કામદારો અને મજૂરો, ભાઈ-બહેનોને અપીલ છે કે તમે સહુએ અત્યાર સુધી જે ધીરજ બતાવી છે તે જાળવી રાખો, પગપાળા ન ચાલો, રાજ્યમાં જ્યાં તમે રહો છો ત્યાં રાજ્યનાં સંપર્કમાં રહો.  આપ સૌના સલામત પરત માટે સંબંધિત રાજ્ય સરકાર સાથે વાત કર્યા પછી એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સીએમ યોગીએ ગુરુવારે ટીમ-11 સાથે બેઠક યોજી કામદારો અને મજૂરોનાં પરત ફરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. દેશનાં જુદા જુદા રાજ્યોમાં ફસાયેલા ઉત્તર પ્રદેશનાં કામદારો અને મજૂરોને સલામત ઘર સુધી પહોંચાડવા માટે યોગ્ય માર્ગદર્શિકા પ્રદાન કરવા તેમણે મહેસૂલ વિભાગને નિર્દેશ પણ આપ્યુ હતુ. તેમણે 6 લાખ લોકો માટે ક્વોરેન્ટાઇન સેન્ટર, આશ્રયસ્થાન અને કમ્યુનિટી કિચન તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. યુપી સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને યુપીનાં કામદારો અને મજૂરોની વિગતવાર વિગતો માંગી છે. તમારુ નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે મેડિકલ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયે બુધવારે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, તબીબી અહેવાલનાં આધારે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો, કામદારો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને બહાર કાઢી શકાય છે. આપને જણાવી દઇએ કે, યુપી સરકારે આની શરૂઆત કરી દીધી હતી. કોટાથી વિદ્યાર્થીઓને નિકાળ્યા બાદ પ્રયાગરાજમાં ફસાયેલા પ્રતિયોગી વિદ્યાર્થીઓને પણ ઘરે ઝડપી પહોંચાડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.